રૂડાના બજેટને મંજૂરી : નવા વર્ષમાં 178 કરોડના રોડ-બ્રીજના કામો થશે

Local | Rajkot | 26 February, 2024 | 04:17 PM
રીંગ રોડ-2માં 40 કરોડના ખર્ચે ફોરટ્રેક રોડ : રૂડાના વધુ ગામોમાં ભુગર્ભ ગટર, ડામર રોડ માટે જોગવાઇ : ઇ.ચેરમેન, કલેકટર, જિ.પં.પ્રમુખની ઉપસ્થિતિમાં રપ6.90 કરોડની આવક સામે 227.56 કરોડના અંદાજપત્રને બહાલી : 206 કરોડના મુડીગત ખર્ચ થશે
સાંજ સમાચાર

રાજકોટ, તા. 26
 

રૂડા તંત્રની આજે મળેલી બોર્ડ મીટીંગમાં નવા નાણાંકીય વર્ષના બજેટને મંજૂરી આપવામાં આવી છે. ઇન્ચાર્જ ચેરમેન આનંદ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં અનેક પ્રકારના માળખાકીય સુવિધાના કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. 

આજની 171મી બોર્ડ બેઠકમાં નાણાંકીય વર્ષ 2024-25માં રૂ.256.90 કરોડની આવક સામે, રૂ.227.56 કરોડના ખર્ચના અંદાજપત્રને બહાલી આપવામાં આવી હતી. જેમાં રૂ.206.17 કરોડના મૂડીગત ખર્ચ, 8.83 કરોડના રેવન્યુ ખર્ચ તથા 12.55 કરોડના ડીપોઝીટ ખર્ચ કરવાનું ઠરાવવામાં આવેલ છે.
 

રસ્તા અને બ્રીજના કામો
- માળખાકીય સુવિધામાં રોડના કામો માટે રૂ.57.34 કરોડના ખર્ચની આગામી વર્ષ 2024-25 માટે જોગવાઈ કરવામાં આવેલ છે.
- આ ઉપરાંત સ્ટ્રીટલાઇટના કામો માટે 5.90 કરોડ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં 115.37 કરોડ અને પીએમજય માં રૂ.21.48 કરોડના આગામી વર્ષમાં ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
- કાંગશીયાળી અને મનહરપુર-રોણકી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામો માટે રૂ.25 કરોડની જોગવાઈ
- મનહરપર-રોણકી ગામ વિસ્તારમાં મુકવામાં આવેલ ડ્રાફટ ટીપી 38/2માં પાણી પુરવઠાની યોજના માટે રૂ.15 કરોડ
- મંજૂર થયેલ ડ્રાફ્ટ ટી.પી. વિસ્તારોમાં મનહરપુર-રોણકી, સોખડા-માલીયાસણ અને વાજડી-વડના ટી.પી. રસ્તાઓ માટે ડામર રસ્તાઓના રૂ.25 કરોડ
- રીંગ રોડ -2માં પાળ રોડ થી ગોંડલ રોડ અને ગોંડલ રોડ થી કુવાડવા રોડ તરફના રોડને 4-માર્ગીય રોડ બનાવવા માટે રૂ.40 કરોડ 
- કોર્પો. વિસ્તાર થી રીંગ રોડ-2ને જોડતા રેડીયલ રોડ બનાવવા માટે રૂ.8 કરોડ
- રૂડા વિસ્તારના નાકરાવાડી, દેવગામ અને રતનપર ગામો માટે ભૂગર્ભ ગટર યોજનાના આયોજન માટે રૂ.3 કરોડ 
 - રૂડા વિસ્તારના ખોખળદળ, પરા-પીપળીયા, નાકરાવાડી અને મનહરપુર-રોણકી અને હરીપર પાળ તથા અન્ય જરૂરીયાત અન્વયેના ગામો માટે સ્ટ્રીટલાઇટના  કામો માટે રૂ.1 કરોડ
- મેટોડા થી ખીરસરા રોડ પર સ્ટ્રીટલાઇટના કામો માટે રૂ.1 કરોડ
- 90.00 મી એઇમ્સ રોડને જોડતા 30.00 મી. ડી.પી. રોડ પર સેન્ટ્રલ ડીવાઈડરમાં સ્ટ્રીટલાઈટની નાખવા માટે રૂ.1.50 કરોડ. આમ સત્તામંડળ દ્વારા રૂ.178.61 કરોડના વિકાસ કામો બજેટમાં સમાવિષ્ટ કરેલ છે.

આ બોર્ડ બેઠકમાં કલેકટર પ્રભવ જોશી, રિજિયોનલ કમિશ્નર(નગરપાલિકાઓ) સ્વપ્નિલ ખરે, જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રૂડાના સી.ઈ.એ. જી.વી.મિયાણી, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે કે.આર.સુમરા તથા  સીટી એન્જી.કે.કે.મહેતા હાજર રહેલ હતાં.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj