ભાજપ જેના નામે મત માંગે છે તે ભગવાન રામ પણ ક્ષત્રિય જ હતા: ગર્ભિત પ્રહાર

રૂપાલા વિવાદ વધુ વકર્યો: અમદાવાદમાં ક્ષત્રિય સમાજની રેલી-નારેબાજી

Gujarat | Ahmedabad | 02 April, 2024 | 04:55 PM
♦ વિશાળ રેલીમાં ‘રૂપાલા હટાવો-દેશ બચાવો’ નારેબાજી-બેનરો ફરકાવ્યા: કલેકટરને આવેદન
સાંજ સમાચાર

♦ ભૂતકાળની જેમ કળીયુગમાં પણ જરૂર પડયે ક્ષત્રિય મહિલાઓ જૌહર કરવા તૈયાર: ધગધગતા વિધાનો

 

અમદાવાદ,તા.2
ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદનને પગલે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામેનો આક્રોશ વધુને વધુ વ્યાપક બની રહ્યો હોય તેમ આજે અમદાવાદમાં અંતિમ ક્ષત્રિય સમાજે રેલી યોજી હતી.

રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા-બેનરો ફરકાવ્યા હતા. ભાજપ ભગવાન રામના નામે મત માંગી રહ્યો છે પરંતુ તેઓ પણ ક્ષત્રિય જ હતા તે વાત પાર્ટી ભુલી ગયાનો ગર્ભિત પ્રહાર પણ કર્યો હતો. ક્ષત્રિય સમાજની રેલી-આવેદનને પગલે કલેકટર કચેરી ખાતે 200 સુરક્ષા જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અમદાવાદમાં બત્રીસી ભવનથી કલેકટર કચેરી સુધી ક્ષત્રિય સમાજની રેલી યોજાઈ હતી. આ રેલીમાં 1 હજારથી વધુ ક્ષત્રિયો જોડાયા હતા. રેલીમાં રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા હતા. કલેકટર કચેરીમાં મહિલાઓને સાથે રાખી કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

જેમાં સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી લોકસભા ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ અગાઉ પુરૂષોતમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ કરી હતી.  આ મામલે સમાજના આગેવાન ઋતુરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓનું અપમાન કયુર્ં છે. ભાજપ જે રામના નામે વોટ માંગે છે, તે રામ પણ ક્ષત્રિય સમાજના હતા.

ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. સરકાર સાતે કોઈપણ સંજોગોમાં સમાધાન કરવામાં નહીં આવે. રૂપાલાને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશે તો ક્ષત્રિય સમાજ વિરોધ કરશે.

સમાજના મહિલા આગેવાન શિલ્પાબાએ જણાવ્યું હતું કે, રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે જે વાણીનો ઉપયોગ કર્યો છે, તેનો અમે વિરોધ કરી રહ્યાં છીએ. અમારી ભાજપ પાસે સ્પષ્ટ માંગ છે કે પુરુષોતમ રૂપાલાની ટિકીટ રદ કરવામાં આવે અને તેની જગ્યાએ અન્ય કોઈપણ સમાજના ઉમેદવારને ટિકીટ આપવામાં આવે.

રૂપાલા ચુંટણી લડશે તો અમે છેક સુધી વિરોધ કરીશું. ક્ષત્રિય સમાજના ઈતિહાસથી સૌ કોઈ વાકેફ છે. ભૂતકાળમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ જોહર પણ કર્યુ છે. આજે કળિયુગમાં પણ જરૂર પડે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ જોહર કરવા પણ તૈયાર છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj