રાજકોટ લોકસભાની બેઠક પર ભાજપના કુંડારીયા, કોંગ્રેસના વસાવડા સહિતના છ ઉમેદવારોના ફોર્મ અમાન્ય

રૂપાલા v/s ધાનાણી જંગ ફાઈનલ: 10 ઉમેદવારો મેદાનમાં

Politics, Lok Sabha Election 2024 | Rajkot | 20 April, 2024 | 05:54 PM
કલેકટર કચેરી ખાતે ઉમેદવારોના ફોર્મની ચકાસણી: ભાજપના ઉમેદવાર રૂપાલા સહિત રાજકીય પક્ષો સહિતના અપક્ષ ઉમેદવારોની ઉપસ્થિતિ: હવે સોમવાર સુધી નામાંકનપત્ર પરત ખેંચી શકાશે
સાંજ સમાચાર

રાજકોટ તા.20
 રાજકોટ લોકસભાની બેઠક માટે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા ચુંટણી અધિકારી પ્રભવ જોશી અધિક કલેકટર (ચૂંટણી) મુછાર સહિતના અધિકારીઓ દ્વારા ઉમેદવારી ફોર્મની કરાયેલી ચકાસણી દરમિયાન ભાજપપા પરસોતમ રૂપાલા, કોંગ્રેસના પરેશ ધાનાણી સહિતના 10 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા.

 જયારે છ ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવેલ હતા. જેમાં ભાજપના મોહનભાઈ કુંડારીયા અને કોંગ્રેસના હેમાંગભાઈ વસાવડાનું ઉમેદવારી ફોર્મ વૈકલ્પિક ઉમેદવાર હોવાથી રદ્દ કરવામાં આવેલ હતું. ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના ડમી તરીકે મોહનભાઈ કુંડારીયા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ડમી તરીકે હેમાંગભાઈ વસાવડાએ ઉમેદવારી ફોર્મ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કયુર્ં હતું.


 ઉમેદવારી ફોર્મની ચકાસણીના અંતે જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા ભાજપના પરસોતમ રૂપાલા, કોંગ્રેસના પરેશ ધાનાણી, બહુજન સમાજ પાર્ટીના ચમનભાઈ સવસાણી તેમજ અપક્ષ ઉમેદવારોમાં અમરદાસ દેશાણી, પ્રકાશભાઈ સિંધવ, ભાવેશભાઈ આચાર્ય નયનકુમાર ઝાલા, નિરલભાઈ અજાગીયા જીતેશ લુહાર અને ભાવેશભાઈ પીપળીયાના ઉમેદવારી ફોર્મ માન્ય રાખવામાં આવેલ છે.

 જયારે અપક્ષ ઉમેદવાર સર્વશ્રી વેગડા રામજીભાઈ મેરાણ રૂડાભાઈ, સુભાષ અંબાશંકર પંડયા, સોની મહાજન નરેન્દ્રભાઈ અમૃતલાલ સહિતના છ ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ અમાન્ય રાખવામાં આવેલ હતા.

 જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉમેદવારોના ફોર્મની ચકાસણી દરમિયાન ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા તેમજ કોંગ્રેસના ઉમેદવારના પ્રતિનિધિઓ અને અપક્ષ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ લોકસભાની બેઠક માટે ભરાયેલા ઉમેદવારી ફોર્મની ચકાસણી આજે પૂર્ણ કરી દેવાતા હવે 10 જેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

 જેમાં ભાજપના પરસોતમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે રસાકસીભર્યો મુખ્ય જંગ ખેલાશે.  ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતીમ તા.22 નિયત કરાયેલ હોય તા.22ને સોમવાર સુધીમાં ઉમેદવારોએ તેમના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકશે. જેથી રાજકોટ લોકસભા બેઠકનું ચૂંટણી ચિત્ર તા.22ને સોમવારે ફાઈનલ થશે.

► રૂપાલાના ફોર્મ સામે 32 વાંધા રજુ થયા
સોગંદનામું રૂા.300ના બદલે 50ના સ્ટેમ્પ પેપર પર રજૂ કયુર્ં છે, ઈંઝ રિટર્ન, થાપણ દર્શાવવામાં પણ ભૂલો: અપક્ષ ઉમેદવાર દ્વારા ઉપવાસ આંદોલનની ચિમકી

 રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારોના ફોર્મની ચકાસણી દરમિયાન ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના ફોર્મ સામે 32 વાંધાઓ અપક્ષ ઉમેદવાર અમરદાસ દેશાણીએ રજૂ કર્યા હતા.
 આ મામલે અમરદાસ દેશાણીએ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી સમક્ષ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ઉમેદવારે સોગંદનામું રૂા.300ના સ્ટેમ્પ પેપરમાં રજુ કરવું આવશ્યક છે.

 પરંતુ ભાજપના ઉમેદવારે રૂા.50ના સ્ટેમ્પ પેપર પર રજુ કયુર્ં છે. આ ઉપર આઈટી રિટર્ન બેંકની થાપણો દર્શાવવામાં પણ ભૂલો કરી છે. રૂપાલાએ સોગંદનામુ રૂા.300ની બદલે રૂા.50ના સ્ટેમ્પ પેપર રજુ કયુર્ં છે તે ચૂંટણી પંચનો અનાદર કરવા સમાન છે. જેથી તેમનું ઉમેદવારી ફોર્મ રદ્દ થવાને પાત્ર છે.

 તેઓએ સરકારી આવાસના લેણાનું પ્રમાણપત્ર પણ સામેલ કરેલ નથી જો રૂપાલાનું ફોર્મ રદ્દ નહીં કરાય તો ઉપવાસ આંદોલનના મંડાણ કરાશે. આ અંગે તેઓએ જનરલ ઓબ્ઝર્વરને પણ ફરિયાદ કરી હતી.

► અપક્ષ ઉમેદવારની ફરિયાદ અંગે લેખિતમાં જવાબ અપાશે: કલેકટર
 
ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના ફોર્મ સામે 32 વાંધાઓ ઉઠાવી અપક્ષ ઉમેદવાર અમરદાસ દેશાણીએ કરેલી ફરિયાદ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે આ અંગે અપક્ષ ઉમેદવારને કાયદાની કલમ સાથે લેખીતમાં જવાબ અપાશે.

 

 

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj