કોંગ્રેસ કાર્યાલય કે સંગઠન માળખાના ઠેકાણા નથી ત્યાં ભાજપ કાર્યાલય અપડેટ થવા લાગ્યું..

રાજકોટ લોકસભાના કાર્યાલયને કોર્પોરેટ લુક આપવા ધમધમાટ

Saurashtra | Rajkot | 23 February, 2024 | 03:52 PM
7 હજાર ચો.ફુટના એ.સી. કાર્યાલયમાં મુખ્ય હોદ્દેદારોની ચેમ્બર બનશે : વોર રૂમ, મીડીયા રૂમ ઉમેદવારના નામ પહેલા તૈયાર!
સાંજ સમાચાર

રાજકોટ, તા. ર3
 

ભાજપના ગઢ જેવી રાજકોટ લોકસભાની બેઠક માટેના ચૂંટણી કાર્યાલયનો શહેરના 150 ફુટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એકસચેંજ સામેના બિલ્ડીંગમાં પ્રારંભ થઇ ગયો છે. ધામધુમથી આ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. હવે આ બિલ્ડીંગમાં લોકસભાના ચૂંટણી કાર્યાલયને કોર્પોરેટ લુક આપવા સાથે ડિઝાઇન આધારીત કામ કરવામાં આવનાર છે. 

આ જુના બંધ બિલ્ડીંગના મેઇન રોડ પર પડતા ભાગમાં ગત વખતે પણ ચૂંટણી કાર્યાલય ધમધમ્યું હતું. આ વખતે ચૂંટણી અને ભાજપના ઉમેદવારો જાહેર થવાને હજુ વાર છે. પરંતુ લોકસભા મત વિસ્તારનું રાજકોટ મહાનગરનું કાર્યાલય ધમધમતું કરી દેવામાં આવ્યું છે. હાલ આ બિલ્ડીંગના પાછળના ભાગે અને નક્ષત્ર બિલ્ડીંગને 
અડીને આવેલ  જગ્યામાં ડિઝાઇન મુજબ કાર્યાલયનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 

વડાપ્રધાનનો કાર્યક્રમ પૂરો થાય એટલે મોટા ભાગે  કમલમની કામગીરી અહીં શિફટ થશે. ઉમેદવારનું નામ જાહેર થાય એટલે આ જગ્યા જ મુખ્ય કાર્યાલય બનવાની છે. 
આ બિલ્ડીંગમાં 7 હજાર ચો.ફુટ જગ્યામાં ભાજપ કાર્યાલયનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મુખ્ય હોદ્દેદારોની ચેમ્બર, જાહેર થનારા ઉમેદવારની ચેમ્બર, વોર રૂમ, મીડીયા રૂમ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવશે. જગ્યા પર આવી ચેમ્બરો તૈયાર કરવામાં આવી રહી છે. 

કામચલાઉ ધોરણે ડિઝાઇન કરવામાં આવનાર આ સંપૂર્ણ જગ્યા વાતાનુકૂલીત હશે. એટલે કે મોટા ભાગની જગ્યા સેન્ટ્રલ એ.સી.ની જેમ બનવાની છે. આમ તો પૂરા જિલ્લામાં લોકસભા બેઠકના કાર્યાલય શરૂ થશે પરંતુ રાજકોટનું કાર્યાલય પૂરા જિલ્લામાં બેનમુન અને કોર્પોરેટ કચેરી જેવું બનશે તેવું લાગે છે. આ વખતે કાર્યાલય માટે વધુ જગ્યાનો  ઉપયોગ કરવામાં આવ્યો છે. 

તાજેતરમાં લાંબા સમય બાદ કોંગ્રેસે શહેર પ્રમુખ જાહેર કર્યા છે. પરંતુ હજુ નવું કાર્યાલય કે સંગઠન માળખુ જાહેર થયા નથી. તો બીજી તરફ ભાજપે પુરા રાજય સાથે કાર્યાલય સ્થળનું ઉદઘાટન કર્યા બાદ હવે આ જ બિલ્ડીંગના ખુણે મોટી જગ્યામાં નવા અને અદ્યતન કાર્યાલયનું કામ શરૂ કરી દીધુ છે તે ઉલ્લેખનીય છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj