રાજકોટના શેરબ્રોકિંગ હાઉસ પટેલ વેલ્થ પર સેબીનો પ્રતિબંધ

India, Business | Rajkot | 29 April, 2025 | 11:19 AM
173 સ્ક્રીપોમાં છેતરપીંડી આચરીને ગેરકાયદે કમાણી કરી : રૂા.3.22 કરોડ જમા કરાવવાનો પણ આદેશ : બ્રોકિંગ હાઉસ તથા ચાર ડાયરેકટરો પર તવાઈ; કલાયન્ટ બિઝનેસની છુટ્ટ
સાંજ સમાચાર

મુંબઈ તા.29
શેરબજારમાં કેટલાંક મહિનાઓથી તેજી-મંદીની ઉથલપાથલ વચ્ચે ગોટાળા-છેતરપીંડીના કિસ્સા પ્રકાશમાં આવતા રહ્યા છે. આવા જ એક કેસમાં માર્કેટ નિયમનકાર સેબીએ રાજકોટના શેરબ્રોકર્સ હાઉસ એવા પટેલ હેલ્થ એડવાઈઝર્સ તથા તેના ચાર ડાયરેકટરો સામે પ્રતિબંધાત્મક આદેશો જારી 
કર્યા છે અને ગેરકાયદેસર રીતે કરેલી રૂા.3.22 કરોડની કમાણી જમા કરવાનો હુકમ કર્યો છે.

સેબી દ્વારા ખોટા સોદાનાં આધારે છેતરપીંડી કરવા બદલ વચગાળાનાં આદેશમાં આ કડક કદમ ઉઠાવ્યું છે. રાજકોટમાં યુનિવર્સીટી વિસ્તારમાં ઓફિસ ધરાવતા પટેલ વેલ્થ એડવાઈઝર્સ તથા તેના ડાયરેકટરોએ છેતરપીંડી માટે આચરેલી મોડસ ઓપરેન્ડીનુ પણ સેબીના 41 પાનાના વચગાળાના આદેશમાં વર્ણન કરવામાં આવ્યુ છે.

જાન્યુઆરી 2021 થી જાન્યુઆરી 2025 દરમ્યાન કુલ 173 સ્ત્રીઓમાં 621 વખત છેતરપીંડી આચરીને 3.22 કરોડની કરોડની કમાણી કરી હતી તે જમા કરાવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

 શેરબજારનાં અન્ય ટ્રેડરો-ઈન્વેસ્ટરોમાં ભ્રમની સ્થિતિ સર્જવા સાથે મોટી વધઘટના આધારે છેતરપીંડી કરવાની મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી. કોફી ડે એન્ટરપ્રાઈઝ સહિતની સ્કીમોમાં આ રીતે છેતરપીંડી કરાઈ હતી.

વચગાળાનાં આદેશમાં એવો નિર્દેશ કરાયો છે કે ભુતકાળમાં માત્ર કેશ સેટમેન્ટની સ્કીમોમાં આ પ્રકારની છેતરપીંડીના કિસ્સા બનતા હતા પરંતુ પહેલ હેલ્થ એડવાઈઝર્સ દ્વારા તો કેશ સેગમેન્ટ ઉપરાંત ડેરવેટીવ્ઝમાં પણ આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને છેતરીપીંડી આચરવામાં આવી હતી. કૃત્રિમ ડીમાંડ સપ્લાયનો ભ્રમ સર્જીને ભાવમાં વધઘટ કરાવીને ગેરકાયદે કમાણી કરવામાં આવી હતી.

સેબીએ લાગુ કરેલા પ્રતિબંધાત્મક આદેશોમાં પટેલ હેલ્થ એડવાઈઝર્સ પ્રાઈવેટ લીમીટેડ તથા તેના ચાર ડાયરેકટરો ડેનીસ મહેશભાઈ પટેલ, કૌશલ વસંતરાય પટેલ, મિનિષ મહેશભાઈ પટેલનો સમાવેશ થાય છે. તેઓને શેરબજારમાં ટ્રેડીંગ કરવા પર પ્રતિબંધ છે. જોકે કલાયન્ટ બિઝનેસને કોઈ અસર નહિં થાય.

છેતરપીંડીની મોડસ ઓપરેન્ડી
સેબીનાં વચગાળાનાં આદેશમાં છેતરપીંડીની મોડસ ઓપરેન્ડી દર્શાવવામાં આવી છે જે અંતર્ગત બ્રોકીંગ હાઉસ ખુબ મોટી સંખ્યામાં કોઈ સ્ક્રીપમાં માર્કેટ ભાવ કરતાં ઘણા ઉંચા કે નીચા ભાવે સોદો નાખે છે જેના આધારે લોકોમાં જે તે સ્ક્રીપમાં જંગી લેણ કે વેચાણ ભાવમાં વધઘટ શરૂ થઈ જાય છે.

બીજી તરફ બ્રોકર દ્વારા પોતાના ટારગેટ મુજબ વિરોધાભાસી લેણા-વેંચાણ કરીને લાખો રૂપિયાની કમાણી કરી લેવામાં આવતી હતી અને ખુબ ઉંચા કે નીચા ભાવે લાખો શેરોનો પેન્ડીંગ ઓર્ડર કેન્સલ કરી નાખવામાં આવતો હતો માત્ર કેશ સેગમેન્ટમાં જ નહિં ડેરીવેટીવ્ઝમાં પણ કારનામા કરાયા હતા.

એનએસઈએ ધ્યાન દોરી નોટીસ ફટકારવા છતાં કારનામા ચાલુ રખાયા હતા
સેબીના કહેવા પ્રમાણે પટેલ હેલ્થ એડવાઈઝર્સનાં કારનામા નજરે ચડતા નેશનલ સ્ટોક એકસચેંજ દ્વારા એકથી વધુ ધ્યાન દોરીને નોટીસ પણ આપવામાં આવી હતી છતા તેના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

લાખોની સંખ્યામાં શેરોનાં ઉંચા કે નીચા ભાવનાં સોદા માટે ભ્રમ સર્જવા જ સિસ્ટમમાં નાખવામાં આવતા હતા અને પછી રદ કરી દેવાયા હતા. થોડા મહિના પુર્વે બ્રોકીંગ હાઉસમાં એજન્સીની તપાસ પણ થયાની ચર્ચા હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj