મ્યુચ્યુઅલ ફંડ પાસેથી મીડ-સ્મોલકેપ શેરોનું હોલ્ડીંગ માંગતી સેબી : શેરબજારમાં કડાકો : સેન્સેકસમાં 700 પોઇન્ટનું જોરદાર ગાબડુ

India, Business | 28 February, 2024 | 05:27 PM
હેવીવેઇટ, રોકડા સહિત તમામ શ્રેણીના શેરોમાં આક્રમક વેચવાલી : નિફટી રર000ની નીચે
સાંજ સમાચાર

રાજકોટ, તા.28
મુંબઇ શેરબજારમાં આજે આક્રમણકારી વેચવાલીથી કડાકો સર્જાયો હતો. હેવીવેઇટથી માંડીને રોકડા સુધી તમામ શેરોમાં માલ કુંકાતા સેન્સેકસમાં 700 પોઇન્ટથી વધુનો કડાકો હતો. નિફટી પણ 22000ની નીચે ઉતરી ગયો હતો.  

શેરબજારમાં આજે શરૂઆત જ નબળા ટોને થઇ હતી. વિશ્ર્વબજારની મંદી ઉપરાંત આવતીકાલે ફેબ્રુઆરી ફયુચરનો  છેલ્લો દિવસ આવતો હોવાના કારણે નવી લેવાલીમાં રસ ન હોવાથી માર્કેટ વલણ હેઠળ આવી ગયું હતું. શેરબજારના રેગ્યુલેટર સેબી દ્વારા મીડ અને સ્મોલ કેપના શેર હોલ્ડીંગ વિશે મ્યુચ્યુલફંડો પાસે રીપોર્ટ માંગવામાં આવ્યાના સમાચાર આવતા ગભરાટ સર્જાયો હતો.

છેલ્લા કેટલાક વખતથી મીડકેપ સ્મોલકેપના શેરોમાં ખુબ મોટો ઉછાળો આવ્યો હતો અને આવા સંખ્યાબંધ શેરો અનેકગણા વધી ગયા હતા. તેવા સમયે સેબીનું આ કદમ અકળાવનારૂ સાબિત થાય તેમ  મોટા ભાગે વેચવાલી નીકળી હતી. વિદેશી નાણાસંસ્થાઓ સતત માલ વેચતી હોવાની પણ અસર વર્તાય હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટ રેકોર્ડબ્રેક તેજી પર હોવાથી ગમે ત્યારે કરેકશન અપેક્ષીત જ હતું. આવતીકાલે ફેબ્રુઆરી વલણનો છેલ્લો દિવસ અને નવા કોઇ સારા કારણોની ગેરહાજરીથી વેચવાલીનું દબાણ વર્તાયુ હતું. 

શેરબજારમાં આજે મોટા ભાગના શેરોમાં ગાબડા પડયા હતા. બીએસઇમાં 3897 શેરોમાં સોદા થયા હતા તેમાંથી  2919માં ઘટાડો થયો હતો. 42 શેરો વર્ષના તળીયાના ભાવે હતા જયારે 379માં ઉંધી સર્કિટ હતી. બીએસઇનું માર્કેટ કેપ 386 લાખ કરોડ નોંધાયું હતું. એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ઈન્ડુસ ઇન્ડ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, લાર્સન, મહિન્દ્ર, મારૂતી, એનટીપીસી, પાવર ગ્રીડ, રિલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાયટન, બજાજ ફાયનાન્સ, બજાજ ઓટો, આઇસર મોટર્સ વગેરેમાં ઘટાડો હતો. જયારે ઇન્ફોસીસ, ટીસીએસ,  હિન્દ લીવર જેવા અમુક શેરો મજબુત હતા. 

મુંબઇ શેરબજારનો 700 પોઇન્ટના કડાકાથી 72395 હતો. જે ઉંચામાં 73223 તથા નીચામાં 72299 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 225 પોઇન્ટ ગગડીને 21972 હતો જે ઉંચામાં 22229 તથા નીચામાં 21938 હતો. મીડકેપ ઇન્ડેક્ષમાં 860 પોઇન્ટનો કડાકો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj