અમૃતસર (પંજાબ) તા.17
શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમીટીએ અમેરિકાથી ડિપોર્ટ થઈને એરપોર્ટ પહોંચેલા શિખ યુવકોનાં હાથમાં હાથકડી અને બેડીઓ નાખવાની અને શિખ યુવકોની પાઘડી ઉતારી લેવાના મામલે અમેરિકા અને ભારત સરકારની જોરદાર ટીકા કરી છે.
એસજીપીસીનાં પૂર્વ મહાસચીવ ગુરૂચરણસિંહ ગ્રેવાલે શિખ યુવકોને પાઘડી વિના દેશમાં પાછા લાવવા માટે નિંદા કરી છે. તેમણે જણાવ્યું હતું કે પાઘડીનાં અપમાનનો મુદ્દો એસજીપીસી ટુંક સમયમાં જ અમેરિકી સરકાર સામે ઉઠાવશે અને આ સંદર્ભમાં પત્ર પણ લખવામાં આવશે.ગ્રેવાલે એરપોર્ટ પર શિખ યુવકોને પાઘડી પહેરાવી હતી.
તેમણે વડાપ્રધાન મોદીને પણ પ્રશ્ન કર્યો હતો કે તેમણે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત દરમ્યાન ઉપરોકત મુદ્દો કેમ ન ઉઠાવ્યો? શા માટે દેશવાસીઓ અને ખાસ કરીને પંજાબીઓનાં પગમાં બેડીઓ નાખવા જેવા અમાનવીય કૃત્યના બારામાં કેમ વાત ન કરી?
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy