જામનગરના સચાણા ગામે બાળકોના ઝઘડામાં બે જૂથ વચ્ચે મારામારી

Local | Jamnagar | 17 April, 2024 | 03:17 PM
સાંજ સમાચાર

જામનગર તા.17

જામનગર તાલુકાના સચાણા ગામે બાળકોની અંગેની માથાકૂટનું મનદુ:ખ રાખી બે જૂથ વચ્ચે તકરાર થવા પામી હતી અને સામસામે હુમલો કરાયો હતો. જેમાં છ જેટલી વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાવાઇ છે.

જામનગર તાલુકાના સચાણા ગામમાં નાના બાળકોની માથાકૂટનું મનદુ:ખ રાખી બે પરિવારો વચ્ચે તકરાર થવા પામી હતી અને સામસામે લાકડાના ધોકા સહિતના હથિયારો વડે હુમલો થયો હતો. ઝરીનાબેન આવેશભાઇ કક્કલ નામની 40 વર્ષિય મહિલાએ બાળકો અંગેની માથાકૂટનું મનદુ:ખ રાખી પોતાના ઉપર તેમજ પોતાના પતિ ઉપર અને એમણાબેન ઉપર લાકડાના ધોકા, પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતાં ઇશાભાઇ જુસબભાઇ કક્કલ, જુસબ અબ્બાસભાલ કક્કલ, મુસ્તાક જુસબભાઇ, સબીના જુસબભાઇ અને ફિરોઝ રજાકભાઇ ગજિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામે પક્ષે શબીનાબેન જુસબભાઇ કક્કલે પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના બે સભ્યો પર લાકડાના ધોકા સહિતના હથિયારો વડે હુલમો કરી બટકા ભરીને ઇજા પહોંચાડવા અંગે પાડોશી રમજાન આવેશભાઇ કક્કલ, રશીદાબેન જુનસભાઇ ભોકલ, સુગરાબેન જુનસભાઇ ભોકલ અને નાઝમીબન આવેશભાઇ ભોકલ સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં બન્ને પક્ષના મળી કુલ છ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી અને તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. આ બનાવના પગલે સચાણા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી આગળની તપાસ હાથ ધરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj