સાળંગપુરધામ દાદાનું રાજોપચાર પૂજન-દિવ્ય શણગાર

Dharmik | Botad | 09 February, 2024 | 12:11 PM
સાંજ સમાચાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત,

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત વિશ્ર્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 07-02-2024ને બુધવારના રોજ શણગાર આરતી સવારે પ.4પ કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘાનો શણગાર ધરાવી તેમજ સિંહાસનને રંગબેરંગી ફુલોથી શણગારવામાં તથા દાદાનું ભવ્યાતિભવ્ય રાજોપચાર પૂજન પવિત્ર બ્રાહ્મણો દ્વારા  વેદોકત વિધિ સાથે સંતો દ્વારા કરવામાં આવ્યું હતું. દાદાને ફળ, પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ અને પુષ્પવર્ષા  કરવામાં આવેલ, વાંસળી, સિતાર, ઢોલ, તબલા વિગેરે સંગીતમય વાદ્યોની સાથે સમગ્ર મંદિરનું વાતાવરણ રમણીય બની ગયું હતું. પૂજન-અર્ચન-અભિષેક બાદ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ગાદીના પૂ. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં દ્વારા 6.4પ કલાકે રાજોપચાર પૂજનની મહાઆરતી કરવામાં આવી હતી સાથોસાથ યજમાનશ્રીને રૂડા  આશીર્વાદ આપ્યા હતા. દાદાના ભકતોએ આ અનેરા દર્શનનો પ્રત્યક્ષ તેમજ દેશ-વિદેશમાં વસતા દાદાના તમામ ભકતજનોએ ઓનલાઇન દર્શનનો લાભ લઇ ધન્યતાનો અનુભવ કરેલ.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj