રાજકોટ, તા. 4
મનપાની ફૂડ શાખા દ્વારા થોડા સમય પહેલા જુના માર્કેટીંગ યાર્ડમાં આવેલી ધરતી ટ્રેડર્સ નામની પેઢીમાંથી લેવાયેલ કોટનસીડ (કપાસીયા) તેલનો નમુનો ફેઇલ જાહેર થતા કાયદેસર કાર્યવાહીની તજવીજ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આરટીઓ પાસે આવેલા જુના માર્કેટીંગ યાર્ડમાં રહેલી ‘ધરતી ટ્રેડર્સ’ નામની પેઢીમાંથી ‘આસોપાલવ પ્રીમિયમ કવોલિટી રિફાઈન્ડ કોટનસીડ ઓઇલ (પેક્ડ બોટલ)’નો નમુનો લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.
તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં બી.આર. ટેસ્ટ રીડિંગ અને આયોડિન વેલ્યૂ ધારાધોરણ કરતાં વધુ તથા તેલમાં મિકસ કરવાની વસ્તુના પ્રમાણ સેપોનીફિકેશન વેલ્યૂ ધારાધોરણ કરતાં ઓછી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. આ રીપોર્ટના આધારે દંડનીય કાર્યવાહી માટે એડી.કલેકટર સમક્ષ કેસ મુકવામાં આવશે તેમ ફૂડ વિભાગે જણાવ્યું હતું.
ફૂડ વિભાગની ટીમે સેફટી વાન સાથે શહેરના કે.ડી. ચોક થી રણછોડદાસ બાપુ આશ્રમ સુધી આશ્રમ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 14 ધંધાર્થીઓને ત્યાં 14 નમુનાની ચકાસણી કરી હતી.
જેમાં ચાર વેપારીને લાયસન્સ માટે નોટીસ અપાઇ છે. આ પેઢીમાં (1) તિરૂપતિ બાલાજી ચીકી (2)ગુરૂદેવ ચીકી (3)બાલાજી ચાઇનીઝ પંજાબી (4)મહાકાળી પાણીપુરીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત (5)ભારત પ્રોવિઝન સ્ટોર (6)શ્રીરામ ચીકી (7)ન્યુ ડાયમંડ શીંગ (8)ભગવતી ફરસાણ (09)ત્રિલોક ખમણ (10)ગાયત્રી ખમણ (11)ઝેફસ ટી (12)લીંબુ સોડા (13)મુરલીધર ડીલક્સ (14)શ્રીરામ ડેરી ફાર્મમાં તપાસ કરવામાં આવી હતી.
વધુ બે પેઢીમાંથી સિંગતેલ, કપાસીયાના નમુના લેવાયા
રાજકોટ, તા. 24
કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા ફરી ખાદ્ય તેલના નમુના લેવાનું ચાલુ કરવામાં આવ્યું છે. 150 ફુટ રોડ, ઓમનગર સર્કલ પાસેના ગેલ કોમ્પ્લેક્ષમાં આવેલ ગુરૂકૃપા એજન્સીમાંથી ગાયત્રી શુધ્ધ સીંગતેલ અને કેસરી બ્રાન્ડ સિંગતેલના નમુના લેવાયા હતા. જયારે યુનિ. રોડ પંચાયત ચોક પાસે, સોમનાથ એપાર્ટમેન્ટમાં ગાયત્રી ટે્રડીંગમાંથી પણ ડબ્બામાંથી જાનકી રીફાઇન્ડ સિંગતેલનો નમુનો લેવામાં આવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy