મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ચિંતન ગોષ્ઠી-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

Local | Morbi | 02 April, 2024 | 02:28 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) 
મોરબી તા.2

 

સંસ્કૃત ભારતી મોરબી જનપદ દ્વારા આયોજિત જનપદ સંસ્કૃત સંમેલન તાજેતરમાં યોજાયું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભાણદેવજી મહારાજ (સરસ્વતી નિકેતન આશ્રમ-મોરબી), પ્રો.ડો.લલિતકુમાર પટેલ (સહપ્રાંત મંત્રી સંસ્કૃત ભારતી), ડો.કનુભાઈ કરકર (વિદ્યા ભારતી), ડો.જયન્તીભાઈ ભાડેશિયા (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ), વિઠ્ઠલભાઈ (સંસ્કૃત ભારતી ટ્રસ્ટી), ડો.પ્રણવભાઈ રાજ્યગુરુ (સહ પ્રાંત મંત્રી સંસ્કૃત ભારતી), ડો.કાંતિભાઈ કાથડ (રાજકોટ વિભાગ સંયોજક), સુનિલભાઈ પરમાર (મોરબી શિશુ મંદિર નિયામક), મયુરભાઈ શુક્લ (સંસ્કૃત ભારતી પ્રાંત ગણ સદસ્ય) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ મુખ્યત્વે ત્રણ ચરણમાં યોજવામાં આવેલું હતું.જેના પહેલા ચરણમાં સંસ્કૃત વસ્તુ પ્રદર્શની અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાહિત્ય પ્રદર્શનની, બીજા ચરણમાં સંસ્કૃત ચિંતન ગોષ્ઠી અને ત્રીજા ચરણમાં સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.

પ્રથમ ચરણમાં સંસ્કૃત વસ્તુ પ્રદર્શન હતુ જેમા 500 થી વધુ રોજબરોજના જીવનમાં ઉપયોગી વસ્તુઓ સંસ્કૃતમાં નામ સાથે રાખવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સ્પોકન સંસ્કૃતના પ્રયાસ રૂપે સ્થળ ઉપર જ સંસ્કૃતના 10 પાઠય બિંદુ શીખવવામાં આવતા હતા.તેમજ વિશેષ આકર્ષણ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સાહિત્યની પ્રદર્શની યોજવામાં આવેલ તે હતી. આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન ઉપસ્થિત મુખ્ય અતિથિ ડો.લલીતભાઈ પટેલ, ડો.કનુભાઈ કરકર, પ્રાંતગણ સહમંત્રી ડો.પ્રણવભાઈ રાજ્યગુરુ, પ્રાંત સંપર્ક પ્રમુખ વિઠ્ઠલભાઈ વાગડિયા , રાજકોટ વિભાગ સંયોજક ડો.કાંતિભાઈ કાથડ તેમજ શ્રી સરસ્વતી શિશુમંદિરના નિયામક સુનિલભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.જયારે બીજા ચરણમાં સંસ્કૃત વિશે ચિંતન ગોષ્ઠિ યોજાઇ હતી.તેઆ મુખ્ય વક્તા ડો.લલીતભાઈ પટેલ તેમજ ડો.કનુભાઈ કરકર દ્વારા ચિંતન ગોષ્ઠિમાં આવેલા શૈક્ષણિક સંસ્થાના સંચાલકો, સંસ્કૃત ગૌરવ પરીક્ષા કેન્દ્ર સંયોજકો, સંસ્કૃતિ શિક્ષકો તેમજ સંસ્કૃત અનુરાગીઓને સંસ્કૃત શા માટે શીખવુ જોઇએ ? સંસ્કૃત શીખવું ખરેખર સરળ છે ? સંસ્કૃતનું મહત્વ શું છે ?આ વિષય ઉપર ચિંતન અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj