સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા રવિવારે દ્વિતિય સમુહ લગ્નોત્સવનું આયોજન

Local | Rajkot | 12 April, 2024 | 03:23 PM
11 દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે: રાજકીય અગ્રણીઓ અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહેશે
સાંજ સમાચાર

રાજકોટ,તા.12
સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા લાડકડીના લગ્નોત્સવનું તા.14ના રોજ રવિવારે કાર્તિક પાર્ટી પ્લોટ, 80 ફુટ રોડ, કુવાડવા રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.આ દ્વિતિય સમુહલગ્નોત્સવમાં સર્વ સમાજની 11 દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે. દિકરીઓને અનેક વસ્તુઓ કરિયાવર રૂપે અપાશે

આ સમારોહમાં શ્રી રામ ભગત, કનેસરા ધામ શ્રી ધવલ ભુવાજી, કમઢીયાની સરકાર મહંતશ્રી લાલદાસબાપુ, રાઘવેન્દ્ર આશ્રમ - લાલપરી ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવશે.

નરેશભાઈ પટેલ ચેરમેન ખોડલધામ ટ્રસ્ટ,ડો. ભરતભાઈ બોઘરા ઉપાદ્યક્ષ, ગુજરાત પ્રદેશ ભાજપ,પિન્ટુભાઇ પટેલ બોમ્બે સુપર,ઉદયભાઈ કાનગડ ધારાસભ્ય, રાજકોટ-68, પરસોતમભાઈ રૂપાલા કેન્દ્રીયમંત્રી, મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીયમંત્રી,નયનાબેન પેઢડીયા મેયર, પ્રવીણાબેન રંગાણી પ્રમુખ જીલ્લા પંચાયત ,અરવિંદભાઈ રૈયાણી પુર્વ મંત્રી ગુજરાત રાજય, ગોવીંદભાઈ પટેલ પુર્વ ધારાસભ્ય,ભરતભાઈ પીપળીયા ટ્રસ્ટી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, બાબુભાઈ ટોપીયા ટ્રસ્ટી ખોડલધામ  ટ્રસ્ટ-કાગવડ,રામભાઈ મોકરીયા સાંસદ, રાજ્યસભા,મોહનભાઈ કુંડારીયા સાંસદ, ભાનુબેન બાબરીયા કેબીનેટ મંત્રી,ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા,દર્શિતાબેન શાહ, જયેશભાઈ રાદડીયા જેતપુર-જામકંડોરણા,મુકેશભાઈ દોશી પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.આ આયોજન અંતર્ગત વિપુલ પટેલ, રસિક પટેલ, હિરેન પરસાણા એ સાંજ સમાચારની મુલાકાત લીધી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj