સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના NFDD સેન્ટરને તાળા, કરોડોની ગ્રાંટનો ધુમાડો

Local | Rajkot | 28 February, 2024 | 04:56 PM
સત્તાધીશોની અણઆવડતથી અશ્વ સંશોધન-સંવર્ધનનો પ્રોજેકટ પણ અભેરાઇએ : કોંગ્રેસ-NSUIના હોદ્દેદારો દ્વારા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઇ ચાવડા સમક્ષ ધા
સાંજ સમાચાર

રાજકોટ, તા.28
સૌરાષ્ટ્ર યુનિ.ના એન.એફ.ડી.ડી. સેન્ટરને અલીગઢી તાળા લાગી કરોડોની ગ્રાન્ટનો ધુમાડો થવા પામેલ છે. યુનિ.માં  સંશોધન અને કૌશલ્યોના પ્રોજેકટ જે રાજય સરકારના સહયોગથી શરૂ કરવામાં આવેલ હતો. તે સત્તાધીશોની અણઆવડતથી બંધ થતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે. 

આ મામલે કોંગ્રેસના 
કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂત સહિતનાએ વિધાનસભાના કોંગ્રેસપક્ષના નેતા અમિતભાઈ ચાવડાને મુદ્દાસર રજુઆત કરી છે તેઓ વિપક્ષ નેતાના માધ્યમથી રાજ્યસરકારના શિક્ષણવિભાગને રજુઆત કરશે. રાજપુતે રજૂઆતમા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રૂ.20 કરોડનાં ખર્ચે એનએફડીડી સેન્ટર વર્ષ 2011માં કેમેસ્ટ્રી ભવનનુ નિર્માણ કરવામા આવ્યુ હતુ. જેમાં રૂ.1.50 કરોડનું એનએમઆર સહિતનાં મશીનો હતા અને તેથી વિદ્યાર્થીઓ અને સંશોધકો સંશોધન કરતા હતા અને લેબ ટેસ્ટ પણ થતાં હતા. 

જોકે યુનિવર્સિટીના સત્તાધીશોની અણઆવડતને કારણે હાલ સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઓળખાતા એન.એફ.ડી.ડી હોલને અલીગઢી તાળા લાગી ગયા છે. યુનિવર્સિટીને રાજ્યસરકારના સહકારથી એનએફડીડી સેન્ટરની ભેટ મળી હતી. જ્યાં રૂ.1.50 કરોડનું (ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ) મશીન લાવવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત લાખો અને કરોડોની કિંમતના મશીન રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી વસાવવામાં આવ્યા હતા. જે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની અણઆવડતને લીધે આ સેન્ટરનું સંચાલન યોગ્ય રીતે ન થતા રાજ્ય સરકારની ગ્રાન્ટ મળવાની બંધ થઈ અને તેથી વર્ષ 2018 થી વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે ઉપયોગી આ સેન્ટરને અલીગઢી તાળા લાગી ગયા છે.

એનએફડીડી સેન્ટરમાં વર્ષ 2018માં આગ ભભૂકી ઉઠતાં રૂ .15 લાખનું નુકશાન પહોચ્યું હતુ. વર્ષ 2018 માં જ એનએફડીડી ખાતે કાર્યરત સેન્ટર ઓફ એક્સલન્સને તાળાં મારવાની પરિસ્થિતી ઉભી થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રૂ.30 લાખનું ફંડ આપવા સિન્ડિકેટની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. સેન્ટર ઓફ એક્સલન્સમાં 50 ટકાનાં ખર્ચે ટેસ્ટીંગ થતું હોવાથી વધુમાં વધુ ફાર્મા કંપનીના સેમ્પલ ટેસ્ટીંગ માટે આવે તેવું આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ.

જોકે તે બાદ અત્યારસુધી એટલે કે 5 વર્ષથી વધુ સમયથી આ સેન્ટર બંધ હાલતમાં છે. આ ઉપરાંત કાઠીયાવાડી અશ્વ સંશોધન અને સંવર્ધન પ્રોજેક્ટની શરૂઆત 2010 થી કરવામાં આવેલી હતી. તેનો હેતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાઠીયાવાડી અશ્વ વિશે જાગૃતિ આવે અને લોકોમાં કાઠીયાવાડી અશ્વ વિશે શોખ કેળવાય તેમ જ લુપ્તથી કાઠીયાવાડી અશ્વની પ્રજાતિને બચાવી શકાય તેવા હેતુથી તે સમયના મુખ્યમંત્રી દ્વારા તે સમયે આ પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફાળવવામાં આવેલ હતો તેમાં કુલ 52 લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવી હતી તેમાંથી 27 લાખના ખર્ચે સેડ બનાવવામાં આવેલો હતો

પરંતુ સમય જતા રસ અને રુચિના અભાવે આ પ્રોજેક્ટ સ્થગિત થઈ ગયેલો હતો. હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કાઠીયાવાડી અશ્વોની જાળવણી માટે શેડ પણ તૈયાર છે. યુનિવર્સિટી દ્વારા બાકી રહેલી રકમ પણ પશુપાલન ખાતામાં જમા કરાવી દીધેલ પણ છે. જો આ પ્રોજેક્ટ ફરીથી કાર્યરત કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં અશ્વ સવારી માટેનું કૌશલ્ય પણ વધારી શકાય તેમ છે.Saurashtra University's NFDD Center locked, crores of grant up in smoke

આ રજુઆતમાં  કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહીતસિંહ રાજપુત, અનેએસયુઆઇ પ્રદેશ ઉપપ્રમુખ દિગ્વિજય દેસાઈ,પ્રદેશ મહામંત્રિ ઈશ્વર ડામોર અને કરણ મોદી જોડાયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj