આધારકાર્ડમાં છેડછાડ કરી બજાજ ફાઈનાન્સમાંથી લોન પર મોબાઈલ લેવાના કૌભાંડનો પર્દાફાશ

Crime | Rajkot | 23 February, 2024 | 04:58 PM
જામનગરના ધર્મેશ સાદરિયા અને રાજકોટના સુરેશ ઝાલા, નૈતિક રૂપારેલે સાથે મળી આધારકાર્ડમાં સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર બદલાવી શહેરના અલગ-અલગ શો-રૂમમાંથી સાત ફોન ખરીદી લીધા: રૂા.2.31 લાખની લોનમાંથી રૂા.1.65 લાખ ન ભરતાં છેતરપીંડી સામે આવી: એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સાંજ સમાચાર

રાજકોટ. તા.23
 

આધારકાર્ડમાં છેડછાડ કરી બજાજ ફાઈયાનાન્સમાંથી લોન પર મોબાઈલ લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં શહેરના અલગ અલગ મોબાઈલ શો-રૂમમાંથી જામનગરના ધર્મેશ સાદરિયા અને રાજકોટના સુરેશ ઝાલા, નૈતિક રૂપારેલે સાથે મળી અધારકાર્ડમાં સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર બદલાવી પાંચ માસમાં રૂ.2.31 લાખના સાત મોબાઈલ ખરીદી રૂ.1.65 લાખ ન ભરતાં છેતરપીંડી સામે આવતાં એ. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે 80 ફૂટ રોડ પર અંબિકા પાર્ક શ્યામલ સ્કાઈ લાઈફ મધર ટેરેશા સ્કૂલની બાજુમાં રહેતાં ઘનશ્યામભાઇ જયંતીભાઈ શિંગાળા (ઉ.વ.32) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ધર્મેશ રમેશ સાદરિયા (રહે. લાલપુર, જામનગર), સુરેશ ચમન ઝાલા (રહે. તોપખાના શેરી નં.1), નૈતિક જયેશ રૂપારેલ (રહે. હરિકૃષ્ણ સોસાયટી, શેરી નં.2) નું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે આરોપી વિરૂદ્ધ છેતરપીંડી અને આઈટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા નવ વર્ષથી બજાજ ફાયનાન્સમાં એરિયા મેનેજર તરીકે ફરજ બજાવે છે. બીગ બજાર સામે આવેલ ઇમ્પીરીયલ હાઇટસમાં તેઓની ઓફીસ આવેલ છે.  તેઓ બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી જુદા-જુદા પ્રકારની ગ્રાહકોને લોન પ્રોવાઇડ કરે છે. જેમાં ટી.વી, ફ્રીજ, એરક્ધડીશનર, લેપટોપ, મોબાઇલ, કેમેરા વિગેરે ક્ધઝયુમર લોન આપે છે. લોન મેળવવા માટે ગ્રાહકો જે તે દુકાનમાં વસ્તુની પસંદગી કરી જે  લોન લેવા માગતા હોય તે દુકાન ઉપર બજાજ ફાયનાન્સ કંપનીના આઉટ સોર્સ એજન્ટ દ્વારા માંગેલ દસ્તાવેજો કપનીમાં મોકલી લોનની મંજુરી મેળવે છે. બાદ કંપની તરફથી તે દુકાન ઉપર મેઇલ દ્વારા ડીલેવરી ઓર્ડર મોકલી આપે છે. બીલના આધારે કંપની જે તે દુકાનદારને પ્રોડકટની કિંમત ચુકવે છે અને આ ગ્રાહકના નામે લોન થયેલ હોય ગ્રાહક પાસેથી હપ્તા રૂપે પૈસા વસૂલ કરે છે. 

શહેરમાં આવેલ બજાજ ફાયનાન્સમાંથી આરોપીઓએ જુદા-જુદા મોબાઈલની લોન લેવામાં આવેલ જે લોનના હપ્તા ન ભરતા ક્લેક્શન વિભાગમાંથી ક્લેક્શન મેનેજરે જણાવતા તપાસ કરવામાં આવતા આરોપીઓએ એક જ વ્યક્તિ એક જ નામ પર પોતાના આધાર કાર્ડમાં છેડછાડ કરી સરનામાં તેમજ જન્મ તારીખ બદલાવી પોતાના મોબાઇલમાથી અમારા કર્મચારીને મોબાઇલમાં સોફ્ટ કોપી મોકલેલ હતી.જેમાં ધર્મેશ સાદરીયાએ તેમનું ઓરીજનલ આધારકાર્ડ નંબરના છેલ્લા ચાર અંક આરબીઆઈના નિયમ મુજબ બતાવવામાં આવે છે

આધારકાર્ડમાં તેનું સરનામું પટેલ શેરી, પોસ્ટ ઓફીસ પાસે, લાલપુર પીન કોડ 361170 મોબાઈલ નંબર, જન્મ તારીખ છેડછાડ કરી જેમાં  સરનામું રેલનગર મેઇન રોડ જાડેજા ચોક શેરી નમ્બર 9 શ્રીનાથજી પાર્ક સામે અને મોબાઈલ નંબર બદલવાઈ પૂજારા ટેલીકોમમાં બેસતાં બજાજ ફાયનાન્સના આઉટ સોર્સ એજન્ટને પોતાના મોબાઇલમાં ખોટા ડોક્યુમેંટ મોકલી તા. 18/10/2023 ના રૂ.28500 નો મોબાઈલની ખરીદી કરેલ હતી.

તેમજ અન્ય બે આરોપીઓએ પણ ઉમિયા મોબાઈલ અને રામદેવ મોબાઇલમાંથી  આધારકાર્ડમાં છેડછાડ કરી અલગ-અલગ બે મોબાઇલની ખરીદી કરી હતી. તેમજ આરોપી ધર્મેશે આધારકાર્ડમા છેડછાડ કરી  રામદેવ મોબાઇલ એસ્ટ્રોન ચોક ખાતે બેસતા બજાજ ફાયનાન્સના આઉટ સોર્સ પાસેથી તા.19/11/2023 ના રૂ.39999 ના મોબાઈલની ખરીદી કરી હતી. 
તેમજ આરોપી નૈતિકે ઓરિજિનલ આધારકાર્ડમાં સરનામું મોદી સ્ટ્રીટ, લાલપુર, જામનગર હોય જે બદલાવી હરિદ્વાર સોસાયટી રંગોલી પાર્ક શેરી નમ્બર 4 અને મોબાઈલ નંબર બદલાવી પૂજારા ટેલિકોમમાંથી રૂ. 32999 ના મોબાઇલની ખરીદી કરેલ હતી. તેમજ આરોપી સુરેશે ઓરિજનલ આધારકાર્ડમાં રહે. તોપખાના, શેરી ન.1 મોરબી હાઉસ પાસે, જામનગર રોડ અને મોબાઈલ નંબર બદલાવી રેલનગર મેઈન રોડ, જાડેજા ચોક, શેરી નમ્બર 9 શ્રીનાથજી પાર્ક સામે બતાવી ઉમિયા મોબાઇલમાંથી રૂ.42999ના મોબાઇલની ખરીદી કરી હતી. આરોપીઓએ આધારકાર્ડમાં છેડછાડ કરી સરનામું સ્વપ્ન પ્રકાશ સોસાયટી, શેરી ન. 2, નિર્મળા સ્કુલ સામે પારસ હોલ પાછળ, રૈયા રોડ  બતાવી પૂજારા મોબાઇલમાંથી રૂ. 28999 ના મોબાઇલની ખરીદી કરેલ હતી. 

જેથી આરોપીઓએ અલગ અલગ સમયગાળામાં કુલ રૂ.2.32 લાખના સાત મોબાઈલ ફોન આધારકાર્ડમાં છેડછાડ કરી બજાજ ફાઇનાન્સ લોન  પર લીધાં બાદ લોનના રૂ.1.65 લાખ ન ભરી છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી.

બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે છેતરપીંડી, ફર્જી ડોક્યુમેન્ટ, આઈટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણેય શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj