રાજકોટ સહિત અનેક સ્થળે આકરો તાપ યથાવત

Gujarat, Saurashtra | Rajkot | 26 April, 2025 | 02:59 PM
આવતા સાત દિવસ સુધી અનેક ભાગોમાં 40 થી 44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા : દરિયા કાંઠે લૂ ફૂકાશે
સાંજ સમાચાર

રાજકોટ, તા.26 
રાજકોટ સહિત સર્વત્ર આકરી ગરમીનો પ્રકોપ વધ્યો છે. અને અનેક સ્થળોએ તાપમાન 2 થી 3 ડિગ્રી વધવા પામ્યું હતુર્ીં ખાસ કરીને આજ રોજ પણ રાજકોટ-43 ડિગ્રી સાથે સૌથી હોટ સીટી રહેવા પામ્યું હતું. 

જયારે અમદાવાદમાં 41.7, અમરેલીમાં 41.1, ભૂજમાં 41.5, ડિસામાં 40.5 અને ગાંધીનગરમાં 40.8 ડિગ્રી મહત્તમ તપામાન નોંધાયું હતું.  દરમ્યાન ગુજરાતમાં હવામાન વિભાગે એપ્રિલના અંત અને મે મહિનાની શરૂઆતમાં 40થી 44 ડિગ્રી વચ્ચે તાપમાનની આગાહી કરી છે.

ત્યારે આજે રાજકોટ, અમદાવાદ અને ભુજમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. જોકે, 27 એપ્રિલ બાદ હાલમાં જે તાપમાન નોંધાઈ રહ્યું છે તેમાં પણ ઉલ્લેખનીય છે કે, દરિયાકાંઠા વિસ્તારમાં તાપમાન ઓછું રહેશે પરંતુ, ગરમ પવનના કારણે અસહજ સ્થિતિ બની રહેવાની આગાહી છે. 

આગામી 7 દિવસ તાપમાન 40થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા રાજ્યમાં હાલ કોઈ હીટવેવની આગાહી નથી. આજે અને આવતીકાલે મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. પરંતુ 28 એપ્રિલથી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. 
આ ઉપરાંત 27 એપ્રિલથી 1 મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ હવાને કારણે અસહજ સ્થિતિ રહેવાની સંભવાના છે.

પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj