ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર ભિલોડાના શખ્સની શોધખોળ

Crime | Rajkot | 21 May, 2024 | 03:07 PM
સરકારી નોકરીની તૈયારી કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી રાજકોટમાં બે વાર અને અમદાવાદમાં બે વાર દેહ ચૂંથ્યો: એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી
સાંજ સમાચાર

રાજકોટ. તા.21
રાજકોટમાં શિક્ષિત પરિવારની 28 વર્ષની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી મૂળ ભિલોડાના વતની અને હાલ અમદાવાદમાં રહેતાં શખ્સે લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઈ હતી. જે મામલે એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે રાજકોટમાં રહેતી 28 વર્ષની યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કાર્તિક કાલિદાસ બરંડા (રહે. ભિલોડા, અરવલ્લી, હાલ અમદાવાદ) નું નામ આપતા એ. ડિવિઝન પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

વધુમાં ભોગ બનનાર યુવતીએ જણાવ્યું હતું કે, તેના પિતા સરકારી નોકરીમાંથી નિવૃત થયેલા અને માતા શિક્ષિકા તરીકે નોકરી કરે છે. હાલ તે સરકારી નોકરી મેળવવાની તૈયારી કરે છે. તેણીને છ માસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર આરોપી સાથે ફ્રેન્ડશીપ અને બાદમાં પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારે આરોપીએ તેની સાથે લગ્ન કરી લેવાની વાત કરી હતી.

2023ની સાલમાં આરોપી રાજકોટ આવ્યો હતો અને તેને અયોધ્યા ચોક પાસે બોલાવ્યા બાદ એસટી બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલમાં લઇ ગયો હતો. જ્યાં તેને કહ્યું કે, આપણે બન્ને થોડા દિવસો બાદ લગ્ન કરી લઇશું. બાદમાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. તે જ દિવસે ફરી વાર એસટી બસ સ્ટેન્ડની પાછળ આવેલી બીજી હોટલમા લઈ જઈ ત્યાં પણ યુવતીની મરજી વિરુધ શરીર સબંધ બાંધ્યો હતો. જે બાદ આરોપી જતો રહ્યો હતો.

તેણી આરોપી સાથે ફોન ઉપર નિયમિત સંપર્કમાં હતી. બાદમાં ગયાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આરોપીએ અમદાવાદના ગોમતીપુર ખાતે આવેલા તેના ભાડાના ફલેટમાં લઇ જઈ બે વાર શરીર સંબંધ બાંધ્યો હતો. છેલ્લા દોઢેક માસથી આરોપીએ તેની સાથે મોબાઈલમાં વાતચીત કરવાનું અને મેસેજ કરવાનું બંધ કરી દીધું હતું. બાદમાં ગઈ તા. 11 એપ્રિલના રોજ આરોપીએ તેણીને કોલ કરી હું તારી સાથે લગ્ન નહીં કરું તેમ સ્પષ્ટ કહી દીધું હતું.

બાદમાં તેણી આઘાતમાં સરી પડી હતી. બાદમાં આરોપી સાથે તે સાચો પ્રેમ કરતી હોવાથી તેની સાથે જ લગ્ન કરશે તેવું વિચારી તે અવારનવાર આરોપીનો ફોનથી સંપર્ક કરી લગ્ન બાબતે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આજ સુધી આરોપીએ લગ્ન નહીં કરતાં આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપી કાર્તિક કાલિદાસની શોધખોળ હાથ ધરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj