સેન્સેકસ @75000: નવો હાઈ

India, Business | 09 April, 2024 | 11:28 AM
શેરબજારમાં એકધારી તેજી: પ્રથમ વખત સેન્સેકસ 75000 ના સ્તરને કુદાવી ગયો
સાંજ સમાચાર

રાજકોટ તા.9
 ભારતીય શેરબજાર રેકોર્ડબ્રેક તેજીના દોરમાં સતત આગળ દોડતુ જ રહ્યું છે. અને આજે સેન્સેકસ 75000 ની નવી ઉંચાઈ હાંસલ કરી હતી. બીએસઈનું માર્કેટ કેપ 402 લાખ કરોડને વટાવી ગયુ હતું.

શેરબજારમાં આજે શરૂઆત જ ગેપઅપ હતી. નાણા સંસ્થાઓની ધૂમ લેવાલીની સારી અસર હતી. અર્થતંત્રને અફલાતુન વૃધ્ધિદર, રાજકીય સ્થિરતાની સારી અસર હતી. આવતા દિવસોમાં કોર્પોરેટ પરિણામોની સીઝન શરૂ થવાની છે તે અફલાતુન રહેવાના આશાવાદથી તેજીને ટેકો મળી રહ્યો હતો.

જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે માર્કેટમાં પ્રિ-ઈલેકશન રેલીનો દોર છે. 19 મીએ ચૂંટણીનો પ્રથમ તબકો શરૂ થવા સાથે મોટી વધઘટનો માહોલ ઉભો થઈ શકે છે. શેરબજારમાં આજે મોટાભાગના શેરોમાં ઉછાળો હતો.

એશીયન પેઈન્ટસ, એચસીએલટેકનો, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, જેએસ ડબલ્યુ સ્ટીલ, મારૂતી, પાવરગ્રીડ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ,ટાટા સ્ટીલ, ટીસીએસ, અલ્ટ્રાટેક સીમેન્ટ, હિન્દાલ્કો, વગેરે ઉંચકાયા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 300 પોઈન્ટના ઉછાળાથી 75042 હતો તે ઉંચામાં 75124 તથા નીચામાં 74792 હતો નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 83 પોઈન્ટના ઉછાળાથી 22779 હતો, તે ઉંચામાં 22765 તથા નીચામાં 22675 હતો.

બીએસઈમાં આજે 3535 શેરોમાં ટ્રેડીંગ થયુ હતું. તેમાંથી 2059 ઉંચકાયા હતા. 178 શેરો વર્ષની ઉંચાઈએ પહોંચ્યા હતા. 222 શેરોમાં તેજીની સર્કીટ હતી. માર્કેટ કેપ 402.43 લાખ કરોડનું થયુ હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj