નવા નાણાંવર્ષે નવા હાઈ! સેન્સેકસ 74254, નિફટી 22529, સોનુ 71500ની ઉંચાઈએ

India, Business | 01 April, 2024 | 11:25 AM
શેરબજાર તથા સોના-ચાંદીમાં જોરદાર તેજી: સેન્સેકસ 500 પોઈન્ટ ઉંચકાયો; માર્કેટકેપ 392 લાખ કરોડે પહોંચ્યું
સાંજ સમાચાર

રાજકોટ,તા.1
નવા નાણાકીય વર્ષના પ્રારંભે જ શેરબજાર તથા સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી સર્જાઈ હતી. શેરબજારમાં સેન્સેકસ 74254, નિફટી 22529ની નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. સોનુ 71000ની સપાટીને વટાવીને 71000ને પાર થયુ હતું.

ભારતમાં આજથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ છે. પ્રથમ દિવસે જ કોમોડીટી- શેરમાર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. ભારતીય અર્થતંત્રમાં જોરદાર વિકાસદર રહેવાનો આશાવાદ, વિદેશી સંસ્થાઓની જંગી ખરીદી, લોકસભા ચૂંટણીમાં ફરી મોદી સરકાર રચાવાનો.

ત્યારબાદ નવા આર્થિક સુધારા આવવાનો આશાવાદ જેવા કારણોની સારી અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ચુંટણી પુર્વે માર્કેટ નવી ઉંચાઈને આંબવાની અટકળો હતી જ અને તે મુજબ તેજીમાં ધમધમી રહ્યું છે.

શેરબજારમાં આજે મોટાભાગના શેરોમાં ઉછાળો હતો. રિલાયન્સ, હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ સહિત તમામ શેરોમાં ઉછાળો હતો. રોકડાના શેરો પણ ઉછળ્યા હતા. મેટલ, ઓટો, પીએસયુ, કેપીટલ ગુડઝ, આઈટી સહીતના ક્ષેત્રોમાં સાર્વત્રિક તેજી હતી.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 505 પોઈન્ટના ઉછાળાથી 74157 સાંપડયો હતો તે ઉંચામાં 74254 તથા નીચામાં 73943 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 172 પોઈન્ટના ઉછાળાથી 22499 હતો. તે ઉંચામાં 22529 તથા નીચામાં 22443 હતો.

સોના-ચાંદીમાં પણ જોરદાર તેજી હતી. અમેરિકી વ્યાજદર જૂનમાં ઘટવાના સંકેતો વચ્ચે વૈશ્વિક સોનુ 31 ડોલર ઉંચકાઈ ને 2264 ડોલર હતું. રાજકોટમાં હાજર સોનુ 1200ના ઉછાળાથી 71500 હતુ. કોમોડીટી એકસચેંજમાં 68930 હતું તેમાં 1250 રૂપિયાનો ઉછાળો હતો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj