સેન્સેકસ 74501, નિફટી 22619ની નવી ઉંચાઇએ

India, Business | 04 April, 2024 | 11:36 AM
શેરબજારમાં વિક્રમી તેજીનો દૌર : હેવીવેઇટ-રોકડાના શેરોમાં ધુમ લેવાલી
સાંજ સમાચાર

રાજકોટ, તા. 4
ભારતમાં લોકસભાની ચૂંટણી પૂર્વે શેરબજાર પણ રેકોર્ડબ્રેક તેજીમાં આગળ ધપતું રહ્યું હોય તેમ આજે પસંદગીના ધોરણે ધુમ લેવાલીની અસર હેઠળ સેન્સેકસ તથા નિફટી ઓલટાઇમ હાઇ થયા હતા. સેન્સેકસે 74500 તથા નિફટીએ 22619ની નવી ઉંચી સપાટી બનાવી હતી. 

શેરબજારમાં આજે ઉઘડતામાં જ તેજીનો માહોલ રહ્યો હતો. વિશ્વબજારના પોઝીટીવ ટ્રેન્ડ ભારતીય અર્થતંત્ર વિશે  વર્લ્ડબેંકે વિકાસનું અનુમાન વધારતા લોકલ મ્યુચ્યુલફંડોની જોરદાર લેવાલી રીટેલ ઇન્વેસ્ટરોનું સતત વધતું રોકાણ ચૂંટણી બાદ ભારતમાં આર્થિક સુધારાનો નવો દૌર શરૂ થવા સાથે અર્થતંત્ર વધુ ઝડપથી વિકસવાના સંકેતો જેવા અનેકવિધ કારણોથી માનસ તેજીનું બની રહ્યું હતું અને મોટા ભાગના શેરો સતત ઉછળતા રહ્યા હતા.

જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટ પ્રિ-ઇલેકશન તેજીના દૌરમાં છે. આગામી તા.19મીથી ચૂંટણીનો તબકકો શરૂ થવા સાથે તેજી વધુ વ્યાપક અને જોરદાર બને તેવી શકયતા જણાઇ રહી છે. 

શેરબજારમાં આજે મોટા ભાગના શેરોમાં ઉછાળો નોંધાયો હતો. એનટીપીસી, એચડીએફસી બેંક, પાવર ગ્રીડ, હિન્દ લીવર જેવા શેરો ઉંચકાયા  હતા. રીઝર્વ બેંક દ્વારા આવતીકાલે વ્યાજદર સમીક્ષાનું પરિણામ જાહેર થવાનું છે અને  ચૂંટણી પૂર્વે સરપ્રાઇઝ આપશે તેવા આશાવાદથી બેંક શેરોમાં આકર્ષણ રહ્યું હતું. 

મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 10 પોઇન્ટના સુધારાથી 73887 સાંપડયો હતો જે ઉંચામાં 74501 તથા નીચામાં 73730 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 22428 સાંપડયો હતો.

જે ઉંચામાં 22619 તથા નીચામાં 22372 હતો. બીએસઇનું માર્કેટ કેપ 398 લાખ કરોડને વટાવી ગયું હતું. 3679 શેરોમાં ટ્રેડીંગ હતું તે પૈકી  2274માં સુધારો હતો. 169 શેરો વર્ષની ઉંચાઇએ પહોંચ્યા હતા જયારે 364માં તેજીની સર્કિટ લાગુ પડી હતી. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj