ભંડારા (મહારાષ્ટ્ર) તા.24
અત્રે દારૂગોળો બનાવવાની ફેકટરીમાં સવારે અનેક વિસ્ફોટો થતા અફડાતફડી મચી ગઈ હતી. એક પછી એક અનેક વિસ્ફોટોના કારણે આ લખ્યા છે ત્યારે 8 લોકોના મોત થયા છે અને 7થી વધુ લોકો ઘાયલ થયા છે. નાગપુરના પીઆરઓ ડિફેન્સ અનુસાર બચાવ અને તબીબી દળ જીવિત લોકોને બચાવવામાં લાગી ગયા છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મહારાષ્ટ્રના ભંડારા સ્થિત દારૂગોળાની ફેકટરીમાં આજે સવારે અનેક વિસ્ફોટો થયા હતા.
એક પછી એક અનેક વિસ્ફોટ થતા અફડાતફડી મચી ગઈ હતી. આ દુર્ઘટના વહેલી સવારે બની હતી જેમાં આ લખાય છે ત્યારે 8 લોકોના મોત થયા છે. જયારે 7થી વધુ લોકો ઘાયલ થયા છે. અન્ય કર્મચારીઓની તલાશી અને બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.
છત પડવાથી અનેક લોકો ફસાયા: ભંડારા શહેરના કલેકટર સંજય કોલતેએ જણાવ્યુ હતું કે ભંડારાના જવાહરનગરમાં આવેલ દારૂગોળાની ફેકટરીમાં વિસ્ફોટ થયા હતા. જેને પગલે ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ બચાવ અભિયાન ચાલુ છે. વિસ્ફોટ દરમિયાન ફેકટરીની છત તૂટી પડી હતી. આ છતના કાટમાળને જેસીબીની મદદથી હટાવવામાં આવી રહ્યો છે. કાટમાળમાં 12થી વધુ લોકો દબાયેલા હોવાની સૂચના છે, જયારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
લખાય છે ત્યારે બે લોકોના મોત: જિલ્લા કલેકટર સંજય કોલતેએ જણાવ્યું હતું કે દારૂગોળાની ફેકટરીમાં સવારે 10.30 વાગ્યે વિસ્ફોટો થયા હતા. તેમણે જણાવ્યું હતું કે વિસ્ફોટો જવાહરનગર વિસ્તારનામાં આવેલ દારૂગોળાના કારખાનાના એલટીપી સેકશનમાં થયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટો સમયે સેકશનમાં 14 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. જેમાં ત્રણ કર્મચારીઓ બચાવી લેવાયા હતા, જયારે 8 કર્મચારીઓના મોત થયા છે. 7 જેટલા કર્મીઓ ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy