સિદ્ધરમૈયા સરકારને આંચકો: મંદિર ટેક્ષ ખરડો વિધાન પરિષદમાં નામંજુર

India, Politics | 24 February, 2024 | 03:24 PM
કર્ણાટકમાં ભાજપ-જનતાદળ (એસ)ની બહુમતી ધરાવતા ઉપલા ગૃહે ખરડો વિધાનસભાને પરત મોકલ્યો
સાંજ સમાચાર

બેંગ્લોર: કર્ણાટકમાં ધનવાન મંદિરો પાસેથી ટેમ્પલ-ફંડ લેવાના રાજયની સિદ્ધરમૈયા સરકારે વિધાનસભામાં મંજુર કરાવાયેલા ખરડાને રાજય વિધાન પરિષદે ફગાવતા કોંગ્રેસ શાસન માટે સંકોચભરી સ્થિતિ સર્જાઈ હતી.

ધ કર્ણાટક હિન્દુ રીલીજીયસ ઈન્સ્ટીટયુટ એન્ડ ચેરીટેબલ એન્ડોસમેન્ટ (એમેન્ડમેન્ટ) બિલ-2024નો વિધાન પરિષદમાં પરાજય થયો હતો. 75 સભ્યોના આ ગૃહમાં અગાઉ જ ભાજપ-જનતાદળ (એસ)ની બહુમતી છે. ભાજપના 34 અને જનતાદળ એસ.ના 8 તથા એક અપક્ષ સામે શાસક કોંગ્રેસ પાસે 30 બેઠકો છે. જો કે વિધાનસભામાં મંજુર કરેલા ખરડાને વિધાન પરિષદ નામંજુર કરે તો પણ વિધાનસભાને ફરી મંજુર કરીને કાનુન બનાવી શકે છે.

વિધાન પરિષદને આ બાદને રોકવાનો અધિકાર નથી. જો કે આ કાનૂન છે કે 1997થી મોજૂદ છે અને ભાજપ શાસનમાં પણ અમલી હતો પણ સિદ્ધરમૈયા સરકારે તેમાં વધુ મંદિરોને સમાવી શકાય તે રીતે તેની ચોખ્ખી આવકમાંથી 5% મંદિર ફંડમાં આપવાનો ખરડા વિધાનસભામાં મંજુર કરાવ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj