સતત ત્રીજા દિવસે અમરેલી-જામનગર-મોરબી પંથકમાં તોફાની ઝાપટા વરસ્યા.....

રાજયમાં હવે આજથી બે દિવસ સિવિયર હિટવેવની આગાહી

Gujarat | Rajkot | 17 May, 2024 | 11:33 AM
અમદાવાદ સહિત અનેક સ્થળોએ તાપમાન 43 થી 44 ડિગ્રી ઉપર પહોંચી જશે: 43.6 ડિગ્રી સાથે ગઈકાલે અમદાવાદ-ડિસા સૌથી વધુ ગરમ રહ્યા
સાંજ સમાચાર

રાજકોટ,તા.17
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ગઈકાલે સતત ત્રીજા દિવસે ઝડપી પવન સાથે કમૌસમી વરસાદનો દૌર યથાવત રહ્યો હતો. ગઈકાલે સૌરાષ્ટ્રમાં, અમરેલી પંથક, મોરબી અને જામનગરમાં મિનીવાવાઝોડા જેવા પવન સાથે હળવા ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતાં.જામનગર શહેર કમૌસમી વરસાદની મીની વાવાઝોડા સમો પવન ફૂંકાયો હતો.

ગુરૂવારે સવારથી અસહ્ય ઉકળાટ બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો.શહેરમાં તોફાની પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી.બહુમાળી ઈમારતનો સાઈન બોર્ડ પર ધ્રુજી ઉઠયા હતા.જયારે લાલપુરમાં બપોરે શરૂ થયેલા હળવા ભારે વરસાદી ઝાપટાઓએ માર્ગો પર પાણી વહાવ્યા હતા. તો જિલ્લા જોડિયા,ધ્રોલ,જામજોધપૂર, કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદના વાવડ મળ્યા છે.

જિલ્લા કલેક્ટર કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ આજે સવારે મહતમ તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે લઘુતમ તાપમાન 29 ડિગ્રી રહ્યું હતું. તો છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણમાં 11 ટકાના વધારા સાથે 84 ટકા  તો પવનની ગતિ પ્રતિકલાક 12.6 કિમિ રહી હતી. 

જામનગર શહેરમાં ગુરૂવારે બપોરે હવામાન પલટાતા વાદળછાયા માહોલ વચ્ચે તોફાની પવન ફૂંકાયો  હતો.જેના કારણે બહુમાળી ઇમારતોમાં સાઈડ બોર્ડ વગેરે ધ્રુજી ઉઠયા હતા. જયારે શહેરમાં ઠેર ઠેર માર્ગો પર પ્લાસ્ટીક-કાગળો વગેરે ઉડતા જોવા મળ્યા હતા.ભારે પવનના કારણે ટુ વ્હીલર ચાલકોએ હાલાકીનો સામનો કર્યો હતો. નાઘુના ઉપરાંત શહેરની વૃંદાવન સોસાયટીમાં વૃક્ષ ધરાશાયી થયાહતા.

જામનગરની ભાગોળે મોરકંડા પંથકમાં ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટા પડયા હતા.જયારે દરેડ પંથકમાં પણ વેગીલા વાયરા સાથે ઝાપટા વરસ્યા હતા. જામનગર શહેરમાં સોમવારે રાત્રે અમુક - સ્થળોએ હળવા ઝાપટા પડયા હતા.જે બાદ જામજોધપુર, કાલાવડ પંથકમાં પણ હળવા ભારે કમોસમી ઝાપટા વરસ્યા હતા.

દરમ્યાન હવે આજથી બે દિવસ રાજયમાં હવામાન વિભાગે સિવિયર હિટવેવની આગાહી કરી છે ખાસ કરીને અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.રાજયમાં હવે વરસાદ ગરમીથી આંશિક રાહત લોકોને મળી છે. ત્યારે બે દિવસથી તાપમાન વધી રહ્યું છે હવામાન વિભાગે બે દિવસ માટે રાજયમાં સિવિયર હીટવેવની આગાહી સાથે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આ સ્થિતિમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચે તેવી શકયતા છે. ગઈકાલે 43.6 ડિગ્રી સાથે અમદાવાદ અને ડીસા રાજયના સૌથી હોટ શહેર હતાં. રાજયના મોટાભાગના શહેરના તાપમાન 40 ડિગ્રીની પાર પહોંચી જવાની સાથે બપોરે ગરમ અને સૂકા પવન ફૂંકાયા હતા.બપોરે અમદાવાદમાં પારો 44 ડિગ્રીની નજીક પહોંચી જતા આકાશમાંથી અગનગોળા વરસી રહ્યાં હોય તેવો અહેસાસ થયો હતો અંગ દઝાડતી ગરમીથી બચવા લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કર્યુ હતું.

તેથી ભરચક વિસ્તાર પણ સૂના જણાતા હતાં.હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતા હવે ગુજરાત પર ઉત્તર પ્રશ્ચિમ દિશા તરફથી પવન ફુંકાઈ રહ્યા છે.તેથી તાપમાનમાં વધારો થશે, ફરી બે ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે.

દરમ્યાન ગઈકાલે ગાંધીનગરમાં 43.5 વલ્લભવિદ્યાનગરમાં 42.5, વડોદરામાં 42.2, વલસાડમાં 39.2, ભૂજમાં 42.9, કંડલા ખાતે 42.5. તથા રાજકોટમાં 42.4, સુરેન્દ્રનગરમાં 42.3, મહુવામાં 41.6, અને કેશોદ ખાતે 40.5 ડિગ્રી મહતમ તાપમાન નોંધાતા ગરમીએ લોકોને અકળાવ્યા હતાં.

15 જુનની આસપાસ ચોમાસાની શરૂઆત
દેશમાં સૌથી પહેલા ચોમાસુ કેરળ રાજયમાં પ્રવેશ કરે છે. કેન્દ્રીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ વર્ષે હવામાન વિભાગે કેરળમાં 1 જુનના બદલે એક દિવસ અગાઉ એટલે કે, 31 મેથી ચોમાસુ શરૂ થવાની આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જુનથી થતી હોય છે. તેવામાં ખેડુતો 14 જુન બાદ વાવણીની શરૂઆત કરતા હોય છે. આ વર્ષે પણ સમયસર ચોમાસુ રાજયમાં પ્રવેશે તેવી શકયતા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj