શાહરૂખાનને આઇકોનિક રોમેન્ટિક પોઝ આપી ઓસ્ટ્રેલિયન મહિલા કેપ્ટનનું જીત્યું દિલ

India, World, Entertainment, Sports | 23 February, 2024 | 05:21 PM
આજે વિમેન્સ પ્રીમિયર લીગમાં ઓપનિંગમાં કિંગ ખાન પર્ફોર્મ કરશે, ગઈકાલે તેને રિહર્સલ કર્યું હતું : બેંગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાશે ઓપનિંગ સેરેમની
સાંજ સમાચાર

બેંગલોર : ગ્લોબલ સ્ટાર શાહરૂખ ખાન પોતાની હાજરીથી દરેક ઈવેન્ટને વધુ ખાસ બનાવી દે છે. તે આજે WPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં લાઈવ પરફોર્મ કરતો જોવા મળશે. તે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે 23મી ફેબ્રુઆરીએ વધુ એક બ્લોકબસ્ટર પ્રદર્શન આપવા માટે તૈયાર છે.

ત્યારે ગઈકાલે અભિનેતા સ્ટેડિયમ પહોંચ્યો હતો અને ત્યાં હાજર મહિલા ખેલાડીઓને આશ્ર્ચર્યચકિત કરી દીધા. અભિનેતા રિહર્સલ કરતો જોવા મળ્યો હતો. આ રિહર્સલ પછી તે ત્યાં હાજર ખેલાડીઓને મળ્યો અને ઓસ્ટ્રેલિયાની કપ્તાન સાથે આઈકોનિક રોમેન્ટિક પોઝ કરી બધાના દિલ જીતી લીધા હતા. 

WPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં શાહરૂખ ખાન ‘જવાન’ અને ‘પઠાણ’ના ગીતો પર ડાન્સ કરતો જોવા મળશે. શાહરૂખ ખાન ગઈ કાલે સફેદ ટી-શર્ટ અને કાર્ગોમાં પ્રેકિટસ કરતો જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન માસ્ટર મર્સી તેને ટ્રેનિંગ આપતા જોવા મળ્યા હતા. 

WPL ના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આમાં અભિનેતા તમામ મહિલા ખેલાડીઓને મળતો જોવા મળે છે. તેણે મુંબઈ ઈન્ડિયન પલ્ટન અને દિલ્હી કેપિટલ્સની ટીમ સાથે વાતચીત કરી.  આ ઉપરાંત, તે ઓસ્ટ્રેલિયન મહિલા કેપ્ટન મેગ લેનિંગને તેના આઇકોનિક આર્મ્સ-સ્ટ્રેચિંગ પોઝ શીખવતો પણ જોવા મળ્યો હતો. આ વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શન આપવામાં આવ્યું હતું, ‘કિંગ્સ મીટ ક્વીન્સ.’

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj