► ચાઈનીઝ કંપનીઓના મિસાઈલ પણ ફસકી ગયા : ચીનના નંબર-ટુ ગણાતા સેનઝેન સ્ટોકમાર્કેટમાં ચાઈનીઝ કંપનીઓના રોકાણમાં હવે પ્રશ્ન ઉભા થવા લાગ્યા
મુંબઈ,તા.16
ભારત અને પાકિસ્તાન વચ્ચેના મીની યુદ્ધ બાદ પાકિસ્તાન સતત વિજયના દાવા કરી રહ્યું છે અને પાકિસ્તાનના મીડીયા પણ અનેક ભારતીય વિમાનો તોડી પાડયા હોવાના દાવા કરે છે પરંતુ પાકિસ્તાનનો આ દાવો ખુદ ચીનના શેરબજાર જ તોડી રહ્યું છે.
એક તરફ ભારતે જે રીતે તેની તાકાત બતાવી અને ઘરઆંગણે નિર્મિત કરેલા આકાશ એન્ટી ડિફેન્સ સીસ્ટમ અને બ્રહ્મોસ મિસાઈલ એ પાકિસ્તાનના એરબેઝના ભુકકા બોલાવી દીધા તો બીજી તરફ ચીનના હથિયારથી પાકિસ્તાન લડવા આવ્યુ હતું પરંતુ ચીનના હથિયારને ભારતે ખરેખર ચાઈનીઝ પુરવાર કરી દીધા જેના કારણે ચીનના શેનઝેન શેરબજારમાં હથિયાર બનાવતી કંપનીઓના શેરમાં કડાકા થવા લાગ્યા છે.
તા.13ના રોજ હેંગસેંગ ચાઈના એરોસ્પેસ એન્ડ ડિફેન્સના શેરમાં 3 ટકા કડાકો થયો હતો જયારે ચીનના અત્યંત આધુનિક ફાઈટર વિમાન જે.એફ.17નું નિર્માણ કરે છે તે કંપની એવીઆઈસી ચેંગદુનો શેર પણ નવ ટકા તૂટી ગયો હતો અને જે-10 સી ફાઈટર જેટ પણ આ કંપની બનાવે છે અને બીજી એક કંપની ઝુઝોઉ તે પીએલ-15 મિસાઈલ બનાવે છે તેના શેરમાં પણ કડાકા થયા છે અને 6 ટકા ઘટી ગયો હતો.
ચીનના શેરબજારમાં આ કડાકાનું કારણ ચાઈનીઝ હથિયારો જે રીતે તકલાદી નિવડયા તેને દોષ આપવામાં આવે છે. પાકિસ્તાને જ કબુલ કર્યુ હતું કે ભારત સામેના યુદ્ધમાં તેણે જેએફ-17 અને જે-10સી ફાઈટર પ્લેનનો ઉપયોગ કર્યો હતો પરંતુ ભારતની એરડિફેન્સ સીસ્ટમ સામે તે બધાય નકામા પુરવાર થયા. પાકિસ્તાને ચાઈનીઝ બનાવટની પીએલ-15 મિસાઈલનો ઉપયોગ કર્યો. તેને પણ તોડી પાડવામાં આવ્યા.
આ બાદ ચીનની મિસાઈલ ટેકનોલોજી સામે પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે. ચીનની ઝુઝોઉ હોંગડા કંપનીમાં રોકાણકારોનો વિશ્ર્વાસ ઘટવા લાગ્યો છે. પાકિસ્તાનને સૌથી વધુ હથિયાર ચીન પુરા પાડે છે અને તે રીતે ચાઈનીઝ બાંધી મુઠી ખુલી ગઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy