દુબઇ : ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં હવે ફક્ત એક જ દિવસ બાકી છે. 19 મીથી, આ હાઈ વોલ્ટેજ આઇસીસી ટૂર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઇમાં રમવામાં આવશે, જેમાં વિશ્વની 8 મજબૂત ટીમો વચ્ચે ટકકર થશે. ટીમ ઇન્ડિયા પણ આ ટૂર્નામેન્ટ જીતવા માટેની મોટી દાવેદાર છે. પરંતુ તે દરમિયાન, ભારતીય ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ મોટો આંચકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ માર્ને મોર્કેલ અચાનક ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ઘરે પરત ફર્યા છે.
મોર્ને મોર્કેલનું અચાનક પરત ફરવું એ વ્યક્તિગત ઈમરજન્સી છે. હકીકતમાં મોર્ને મોર્કેલના પિતા મૃત્યુ પામ્યાં છે, જેનાં કારણે તે હાલમાં ટીમ ઇન્ડિયાને છોડીને ઘરે પરત ફરી રહ્યાં છે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉતરતાં પહેલાં જ આ એક મોટો ઝટકો છે.
મોર્કેલ ઇંગ્લેન્ડ સામેની તાજેતરની ઘરેલુ શ્રેણી દરમિયાન ટીમ ઇન્ડિયા સાથે ભારતમાં હતાં. ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ તે ટીમ સાથે દુબઇ પહોંચ્યાં હતાં. 16 મીએ, તે ટીમ સાથે પ્રેક્ટિસમાં પણ જોડાયાં હતાં. પરંતુ 17 ફેબ્રુઆરીએ, તેમણે ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો. હવે તે દક્ષિણ આફ્રિકાથી ક્યારે પાછાં આવશે અને ટીમ ઇન્ડિયા સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જોડાશે તે વિશે કોઈ સમાચાર નથી.
ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટેની સૌથી મોટી દાવેદાર માનવામાં આવે છે. ટીમ ઇન્ડિયા તાજેતરમાં 2023 વનડે વર્લ્ડ કપ જીતવાથી માત્ર થોડી દૂર રહી હતી. આ પછી, ટીમ ઇન્ડિયાએ 2024 માં ટી 20 વર્લ્ડ કપ જીત્ય હતો.
હવે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી પણ ઘરે ટ્રોફી લાવવા માંગશે. ટીમે 2013 માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ખિતાબ જીત્યો હતો, પરંતુ 2017 માં, ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં પાકિસ્તાન સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy