સૌથી ઓછી ફી અને સૌથી સારૂં શિક્ષણ આપવાનો મંત્ર ધરાવતી જામનગર શહેરની શ્રી નંદન સ્કૂલ

Saurashtra | Jamnagar | 16 May, 2024 | 03:14 PM
♦ ધો.10 અને 12ની પરીક્ષામાં મેદાન મારી અનેક વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ કારર્કિદીના દરવાજા ખોલ્યાં: ટ્રસ્ટી લીરીબેન અને પ્રવિણભાઇ માડમ
સાંજ સમાચાર

♦વાડોદરિયા મોસમીને સાયન્સમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા

મોસમી ધો.10ની બોર્ડ પરીક્ષામાં 99.21 પીઆર સાથે એ-વન ગ્રેડ મેળવેલ છે. કોઇપણ પ્રકારના ક્લાસીસ રાખ્યા વગર માત્ર સ્કૂલ અને માતા-પિતાના સપોર્ટથી શાળામાં પ્રથમ આવેલ છે. તેણીને સાયન્સ ફેકલ્ટીમાં કારર્કિદી બનાવવાની ઇચ્છા છે.

♦પટોડિયા કૃપાને ડોક્ટર બનવાની ઇચ્છા

કૃપા પટોડિયાને ધો.10 ની બોર્ડથી પરીક્ષામાં 98.95 પીઆર સાથે એ-વન ગ્રેડ મેળવેલ છે. ગણિતમાં 100 માંથી 100 માર્કસ આવેલ છે. કૃપાબેનનું કહેવું છે કે ડે-ટુ-ડે ની મહેનત, શાળાએ નિયમિત હાજરી પોતાની સફળતા માટે કૃપાબેન શ્રી નંદન સ્કૂલનો તથા મેડમનો, આશિષ સર અને હાર્દિક સરની મહેનત અને સપોર્ટથી આ સફળતા મેળવેલ છે.

♦કણઝારિયા ચિરાગની સાયન્સમાં ‘એ’ ગ્રુપ રાખવાની ઇચ્છા

ચિરાગભાઇ બોર્ડની પરીક્ષામાં 98.82 પીઆર સાથે એ-વાન ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ચિરાગભાઇનું કહેવું છે કે અનુભવી શિક્ષકો દ્વારા મળતું શ્રી નંદ સ્કૂલમાં માર્ગદર્શન મારી સફળતાનું મુખ્ય કારણ છે. અમારી સ્કૂલમાં ટુ-વે પધ્ધતિથી બાળકોને પ્રશ્ર્નો પુછવાની સ્વતંત્રતા મળે છે. તેને સાયન્સમાં એ ગ્રુપ રાખી ઇન્જિીનયરીંગ ક્ષેત્રે આગળ વધવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

♦સોહમની સોફ્ટવેર એન્જીનિયર બનવાની ઇચ્છા

સોહમ ભગતાણીએ બોર્ડની પરીક્ષામાં 98.27 પીઆર સાથે એ-વાન ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. સોહમભાઇનું કહેવું છે કે શ્રી નંદન સ્કૂલ હૈ તો મુમકીન હૈ.. સતત 12 કલાકની મહેનત તથા માતા-પિતા અને ટ્રસ્ટીશ્રી લીરીબેન માડમને સફળતાનો શ્રેય આપે છે.

♦કણઝારિયા રાજવીરભાઇને શિક્ષક બનવાની ઇચ્છા

રાજવીર કણઝારિયાએ 97.51 પીઆર મેળવી એ-વન ગ્રેડની સફળતા મેળવેલ છે. ક્રિકેટમાં રસ ધરાવતા રાજવીરભાઇ પોતાની સફળતા માટે માતા-પિતા તથા શ્રી નંદન સ્કૂલના શિક્ષકોની તનતોડ મહેનતને આપે છે. દરરોજ લેવાતી ટેસ્ટથી ડેયલી વર્ક પૂર્ણ થાય છે અને પરીક્ષાનો ડર દુર થાય છે.

♦ભંડેરી આયુષીબેનને સીએસમાં કારકિર્દી ઘડવાની ઇચ્છા

આયુષીબેનને 96.76 પીઆર સાથે એ-વન ગ્રેડ મેળવી સફળતા મેળવી છે. આયુષીબેન શ્રી નંદન સ્કૂલમાંથી મળતા માવતર જેવા માસ્તરના ઋણી છે. તેમનું કહેવું છે કે શ્રી નંદન સ્કૂલ અમારી બધી વિદ્યાર્થિની માટે બીજું માવતર છે. મેડમશ્રીના માર્ગદર્શથી પરીક્ષામાં આટલી સારી સફળતા મેળવેલ છે.

♦રાબડિયા વિશ્વાબેનની કોમર્સમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા

વિશ્વાબેને 96.76 પીઆર સાથે એ-વન ગ્રેડ મેળવવામાં સફળતા મેળવેલ છે. વિશ્વાબેનનું કહેવું છે કે શ્રી નંદન સ્કૂલમાં કરાવવામાં આવતું વારંવાર રિવિઝનથી જ સફળતા મળેલ છે. માતા-પિતાના આશિર્વાદ શાળા પરિવારની મહેનત અને મારી નિષ્ઠાથી જ આ સફળતા મળેલ છે.

♦ધામેચા કાવ્યભાઇ સાયન્સમાં કારકિર્દી બનાવવા માંગે છે

કાવ્યભાઇ 95.24 પીઆર સાથે એ-ટુ ગ્રેડ મેળવેલ છે. કાવ્યભાઇ કહે છે કે શ્રી નંદન સ્કૂલના મેડમશ્રી દ્વારા આપવામાં આવેલ વિશ્ર્વાસથી, વગર ટ્યુશને માત્ર શાળાના જ શિક્ષકોની મહેનતથી જ આ પરિણામ આવેલ છે. પરિવાર પર આર્થિક બોજ ન આવે તે હેતુથી મેડમશ્રી એ વહેતા મુકેલ વીચાર કે ટ્યુશન વગર પણ સફળતા મળે છે એ કાવ્યભાઇએ સાબિત કરેલ છે.

♦ગંઢા દર્શિતભાઇને કોમર્સમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા

દર્શિતભાઇ 91.86 પીઆર મેળવી ગણિતમાં 100 માંથી 100 માર્કસ મેળવી સફળતા મેળવી છે. વગર ટ્યુશનએ 100 માંથી 100 મેળવી સ્કૂલનું નામ રોશન કરવાનો મોકો મળ્યો તે માટે દર્શિતભાઇ શાળા પરિવાર તથા માતા-પિતાનો ઋણ સ્વિકાર કરે છે. નંદન સ્કૂલમાં મળતું સચોટ માર્ગદર્શન જ મારી સફળતાનું રહસ્ય છે.

♦નિરજ પામનાણી

શ્રી નંદન સ્કૂલના ધો.12 કોમર્સના વિદ્યાર્થી નિરજ પામનાણીએ 97.14 પીઆર મેળવી શાળામાં પ્રથમ નંબર મેળવ્યો છે. તેને બી.ઓ.માં 100 માંથી 100 ગુણ મળેલ છે. તેના કહેવા મુજબ આ સફળતામાં તેના માતા-પિતાના આશિર્વાદ તથા સ્કૂલના ટ્રસ્ટીઓ અને શિક્ષકગણનો મહત્વનો ફાળો છે. ટ્રસ્ટી લીરીબેન અને પ્રવિણભાઇ માડમની સુચનાથી શાળામાં વારંવાર કસોટી પેપર લેવાતા હતાં તથા સંપૂર્ણ રિવિઝન કરાવવામાં આવ્યું હતું. કોમર્સ ટીચર શાહની મહેનત અને માર્ગદર્શન સારૂં પરિણામ આપે છે. તેને એમ.બી.એ. કરવાની ઇચ્છા છે.

♦ડિમ્પલ વિભાકર

ડિમ્પલ વિભાકરનું કહેવું છે કે, તેને મળેલા 94.99 પીઆરને લીધે તે શાળામાં બીજા નંબરે રહી છે. તેણીને એસ.પી.સી.સી.માં 98 માર્કસ મળેલ છે. તેની ઇચ્છા સીએ બનવાની છે. તે પોતાની સફળતાનો શ્રેય શાળાના ટ્રસ્ટી અને શિક્ષકગણને આપે છે અને આ સફળતા તેના માતા-પિતાને અર્પણ કરે છે.

♦માનવ સોનિગ્રા

માનવને 93.71 પીઆર મળેલ છે. તેણે કોઇ જાતનું ટ્યુશન રાખ્યા વગર માત્ર શાળામાં કરાયેલા ગહન અભ્યાસથી આ સફળતા મેળવી છે. તેની ઇચ્છા કંપની સેક્રેટરી (સી.એસ.) બનવાની છે.

♦ગૌતમ ગંઢા

આ ઉપરાંત નંદન સ્કૂલના વિદ્યાર્થી ગૌતમ ગંઢાએ 93 પીઆર મેળવેલ છે. તેને એકાઉન્ટમાં 90 માર્કસ મળેલ છે. શાળાના ટ્રસ્ટી અને શિક્ષકગણની મહેનતથી આ પરિણામ મળ્યું હોવાની જણાવી ગૌતમે એમ.સી.એ. બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

જામનગર તા.16
જામનગરની શ્રી નંદન સ્કૂલે ફરી એક વખત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 અને 12 માં મેદાન માર્યું છે. ઓછી ફી માં ઉત્કૃષ્ટ પરિણામ આપતી સંસ્થા એટલે શ્રી નંદન સ્કૂલ. શાળાના ટ્રસ્ટી પ્રવિણભાઇ માડમ અને લીરીબેન માડમનું કહેવું છે કે આ શાળામાં અમે હોંશિયાર વિદ્યાર્થીને જ પ્રવેશ આપતા નથી પરંતુ શાળાના વિદ્યાર્થીને હોંશિયાર બનાવીએ છીએ. નંદનવન વિસ્તારમાં આવેલ શ્રી નંદન સ્કૂલમાં ધો.12 સાયન્સનું અને કોમર્સનું પરિણામ 100% આવેલ છે. તથા ધો.10માં એ-વન ગ્રેડમાં 7 વિદ્યાર્થી તથા એ-ટુ ગ્રેડમાં 19 વિદ્યાર્થી આવેલ છે. ગણિતમાં 100 માં 100 ગુણ મેળવનાર બે વિદ્યાર્થી છે. 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj