રાજકોટ શહેરી વિસ્તારમાં જીવલેણ માર્ગ અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો

Crime | Rajkot | 16 May, 2024 | 04:26 PM
ગત વર્ષે 26 ફેટલની સરખામણીએ માત્ર બે ફેટલ: ટ્રાફિક નિયમના 23170ની સરખામણીએ 11360 કેસ નોંધાયા
સાંજ સમાચાર

રાજકોટ તા.15

રાજકોટ પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવ તથા અધિક પોલીસ કમિશ્ર્નર વિધિ ચૌધરીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્ર્નર ટ્રાફિક પુજા યાદવ, મદદનીશ પોલીસ કમિશ્ર્નર ટ્રાફિક જે.બી.ગઢવી, સેકટર પોઈન્ટ બી.પી.રજયા, પો.ઈન્સ. એમ.જી.વસાવા તથા ટ્રાફિક શાખાના 08 પો.સ.ઈ. દ્વારા રાજકોટ શહેર કમિશ્ર્નરેટ વિસ્તારમાં જીવલેણ માર્ગ અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો કરવા સારૂ કામગીરી કરવામાં આવેલ છે. જેમાં ટ્રાફિક શાખા દ્વારા 01/04/2024 થી 12/05/2024 દરમિયાન બ્લેક સ્પોટ, હાઈ-વે પર તેમજ શહેરી વિસ્તારમાં વિશેષ ડ્રાઈવનું આયોજન કરી ટ્રાફિક નિયમનના 34530 કેસ કરવામાં આવ્યા. જે સને 2023ના વર્ષે સદરહુ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ 23,170 કેસોની સરખામણીએ 11,360 વધુ કેસ કરવામાં આવેલ છે.

જાન્યુઆરીથી મે-2024 દરમિયાન 95 જેટલા ભારે વાહનો ડીટેઈન કરવામાં આવેલ જેમાંથી ગેરકાયદેસર ખનીજની હેરફેર કરતા 16 વાહનો વિરુદ્ધ ખાણ ખનીજ વિભાગ સાથે સંયુક્ત કામગીરી કરવામાં આવેલ જે સને 2023માં સદરહુ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ 74 ભારે વાહન ડીટેઈનની સરખામણીએ 21 ભારે વાહનો વધુ ડીટેઈન કરવામાં આવેલ છે.

તેમજ ટ્રાફિક કંટ્રોલ દ્વારા સી.સી.ટી.વી. કેમેરા તથા લાઈવ લોકેશન આધારે ટ્રાફીક શાખાના તમામ પોલીસ કર્મચારીઓનું યોગ્ય મોનીટરીંગ કરવામાં આવે છે.ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવેલ ઉપરોક્ત પ્રયત્નો થકી રાજકોટ શહેર ખાતે એપ્રિલ તથા મે મહિનાના મધ્યાંતર સુધીમાં માત્ર બે જીવલેણ માર્ગ અકસ્માત બનેલ છે જે ગત વર્ષના સદરહુ સમયગાળા દરમિયાન બનેલ 26 ફેટલની સરખામણીએ 24 ઓછા છે. ભવિષ્યમાં પણ ટ્રાફીક શાખા દ્વારા રાજકોટ શહેર કમિશ્ર્નરેટ વિસ્તારમાં વિવિધ ડ્રાઈવનું આયોજન કરી સદરહુ કામગીરી શરૂ રાખવામાં આવનાર છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj