રાપર તાલુકાના કાનમેરના ચકચારી ગોળીબાર અને હત્યાના પ્રકરણમાં સોળ શખ્સો કાયદાના સકંજામાં

Crime | Kutch | 18 May, 2024 | 11:40 AM
સાંજ સમાચાર

(ગની કુંભાર) ભચાઉ તા.18
રાપર તાલુકાના કાનમેર અને જોધપર વાંઢ વચ્ચે ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં આડેધડ ગોળીબાર અને યુવાનની હત્યાના ચકચારી પ્રકરણમાં પોલીસે ગણતરીના દિવસોમાં 16 આરોપીની ધરપકડ કરી હતી.  ઘૂડખર અભયારણ્યમાં ગત તા. 13/5ના મીઠાંની જમીન ઉપર દબાણના મુદ્દે આડેધડ ગોળીબારમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા દિનેશ ખીમજી કોળીનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય લોકો પણ ઘાયલ થયા હતા.આ ચકચારી બનાવમાં  પૂર્વ કચ્છ પોલીસે જુદી-જુદી  ટીમો બનાવી તપાસ આરંભી હતી. 

જેમાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આ ગુનામાં સામેલ આરોપી બળદેવભાઈ ગેલાભાઈ રાઠોડ (રજપૂત), દેવાભાઈ કરશનભાઈ ડોડિયા (રજપૂત), વીરમભાઈ જખરાભાઈ રબારી (આલ), વિજયભાઈ રાયધણભાઈ કોળી (ઉસેટિયા), દેવજી ઉર્ફે શક્તિ ડાયાભાઈ ડોડિયા (રજપૂત), અમૃત ઉર્ફે સબરો પાલાભાઈ વાઘેલા, ભરતભાઈ દેવાભાઈ ભરવાડ (ઢૂંગા), રાયધણભાઈ રવાભાઈ કોળી (ઉસેટિયા), ઈશ્વરભાઈ કુંભાભાઈ ચૌહાણ, બાબુ ઉર્ફે સતિષભાઈ કલાભાઈ ભરવાડ, ભરતભાઈ રવાભાઈ વાઘેલા, સવાભાઈ રત્નાભાઈ રબારી, રુપાભાઈ ટપુભાઈ ભરવાડ, થાવરભાઈ આંબાભાઈ રબારી, લખમણભાઈ કલાભાઈ ભરવાડ, અજાભાઈ ટપુભાઈ ભરવાડની ધરપકડ કરી હતી. પકાડાયેલા આરોપી પૈકી 10 આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. 
પકડાયેલા 16 આરોપીને રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરાતાં  કોર્ટે  તેમના સાત દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. આ કામગીરીમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન તળે ભચાઉ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા સહિતનો  સ્ટાફગણ  જોડાયો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj