રાજકોટ તા.20
રાજકોટ સહિત ગુજરાતમાં બે દિવસથી ઠંડી ગાયબ થવાનો ઘાટ રહ્યા બાદ આવતીકાલથી તાપમાનમાં ક્રમશ: ઘટાડો થશે અને ખાસ કરીને ગુરૂથી શનિવારમાં પવનનુ જોર પણ વધવા સાથે ઠંડીનો અનુભવ થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ગત તા.13મી જાન્યુઆરીની આગાહીમાં સુચવાયા મુજબ શનિવારથી રાજયમાં ઠંડી અદ્રશ્ય થયાનો માહોલ છે. ન્યુનતમ અને મહતમ એમ બન્ને તાપમાનમાં નોર્મલ કરતા 3થી5 ડીગ્રીનો વધારો થઈ ગયો છે. આજે અમદાવાદમાં 17 ડીગ્રી, વડોદરામાં 17.6 તથા ડીસામાં 16.1 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું તે નોર્મલ કરતા પાંચ ડીગ્રી વધુ હતું. ભુજમાં 13.6, રાજકોટમાં 15.2 તથા અમરેલીમાં 15.4 ડીગ્રી તાપમાન નોર્મલ કરતા 3 ડીગ્રી વધુ હતું.
21થી 27 જાન્યુઆરીની આગાહી કરતા તેઓએ કહ્યું કે આવતીકાલથી તાપમાનમાં મામુલી વધારો થવા લાગશે. હાલ ન્યુનતમ તાપમાનની નોર્મલ રેન્જ 11થી13 કીમીની ગણાય છે. કાલથી ક્રમશ: ઘટાડો થશે. તા.21 અને 22 જાન્યુઆરીમાં ન્યુનતમ તાપમાન 1થી2 ડીગ્રી ઘટીને 13થી16ની રેન્જમાં આવશે. 23થી27 જાન્યુઆરી દરમ્યાન તે વધુ 1થી2 ડીગ્રી ઘટીને 12થી14 ડીસીની રેન્જમાં આવશે. મુખ્યત્વે 23થી25માં તાપમાનમાં ઘટાડો રહેશે. આ દરમ્યાન પવનનું જોર પણ વધે તેમ હોવાથી ઠંડીનો અહેસાસ થશે.
તેઓએ ઉમેર્યુ હતુ કે આગાહીના સમયગાળા દરમ્યાન પવન મુખ્યત્વે ઉતર પશ્ર્ચીમ તથા ઉતરપુર્વના ફુંકાશે અને ફરતા રહેશે. પવનની ઝડપમાં પણ વધઘટ થતી રહેશે. 21-22 જાન્યુઆરીએ પવનની ગતિ 10થી15 કીમીની રહેશે. 23થી25 જાન્યુઆરીમાં તે વધીને 12થી25 કીમીની થશે. 26-27મીએ ફરી 10-15 કીમીની રેન્જમાં આવી જશે. આ દરમ્યાન આકાશ સ્વચ્છ જ રહેશે અને કયારેક છુટાછવાયા વાદળો જોવા મળી શકે છે.
તેમના કહેવા મુજબ જાન્યુઆરીના અંતિમ દિવસો નજીક આવવા સાથે હવે આવતા દિવસોમાં નોર્મલ તાપમાનની રેન્જ વધવા લાગશે. હાલ 11થી13 ડીસીની રેન્જ છે તે 12થી14 ડીગ્રીમાં પહોંચી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy