રેલનગરમાં રિક્ષાચાલકના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા: દાગીના અને રોકડની ચોરી

Crime | Rajkot | 13 April, 2024 | 04:52 PM
પરીવાર સાથે ગુંદાસરા ગામે પાણીઢોળમાં ગયાં બાદ તસ્કરોએ મકાનમાં તિજોરીનો લોક તોડી રૂ।1 હજારનો મુદ્દામાલ ઉપાડી હવામાં ઓગળી ગયાં: પ્ર.નગર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ આદરી
સાંજ સમાચાર

રાજકોટ. તા.13

રેલનગરમાં રિક્ષાચાલકના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ તિજોરીમાંથી દાગીના અને રોકડ મળી રૂ।1 હજારનો મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટતાં પ્ર. નગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે રેલનગરમાં શાંતિકુંજ રેસિડેન્સીમાં બ્લોક નં. બી-3 માં રહેતાં ભાવનાબેન કિશોરભાઈ નિમાવત (ઉ.વ.45) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા હતું કે, તેઓ ઘરકામ અને તેણીના પતિ રીક્ષા ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 

તેમની માતાનું ગઈ તા.31/03/2024 ના અવસાન થતાં તે તેના પિતાના ઘરે ગુંદાસરા ગામ હતી અને ગઈ તા.11 ના તેણીના પતિ પણ સાંજના પાંચેક વાગ્યાની આસપાસ ઘરે તાળુ મારી ગુંદાસરા ગામ આવેલ અને ઘરની ચાવી બાજુમા રહેતા જમાઇ ભાવેશભાઇ દિલિપભાઈ પરમારને આપેલ હતી. ગઈકાલે તેઓ તેના પતિ, જમાઇ ભાવેશભાઈ તથા વિશાલગીરી સાથે ગુંદાસરા ગામે હોય ત્યારે તેના જમાઈ ભાવેશભાઇએ જણાવેલ કે, રાજકોટથી મારા માતા ભારતીબેનનો ફોન આવેલ કે, આપણી બાજુમા રહેતા તારા સાસુના મકાનમા લાઇટ ચાલુ છે અને મેઇન દરવાજાને પણ તાળુ મારેલ નથી.

જેથી તેણીએ તેના પતિને પુછતા તેઓએ જણાવેલ કે, મે તાળુ મારેલ હતુ તેવી વાત કરતાં તેણીએ તેના વેવાઇને અંદર જઈને જોવા માટેનું કહેતાં તેઓએ અંદર જઈને જોયુ તો મકાનનો મેઇન દરવાજાનો નકુચો તુટેલ અને મકાનની અંદર નીચ્ચેના આવેલ રૂમમા આવેલ લોખંડની તીજોરીનો લોક પણ તુટેલ હોવાની વાત કરતાં તેઓ ઘરે દોડી આવેલ તો મેઇન દરવાજનો નકુચો તુટેલ જોવામા આવેલ અને નીચેના માળે આવેલ રૂમમા લોખંડની તીજોરીનો લોક તુટેલ અને અંદર આવેલ ખાનુ પણ તુટેલ જોવામા આવેલ તિજોરીનો સર-સામાન વેર વિખેર જોવામા આવેલ હતો. તીજોરીમા ચેક કરતા ચાર સોનાની બંગડી રૂ10 હજાર, એક જોળી સોનાના બુટીયા રૂ10 હજાર, ચાંદીના રાણી સીક્કા 30 નંગ તેમજ રોકડા રૂ10 હજાર મળી કુલ રૂ।1 હજારનો મુદ્દામાલ કોઈ અજાણ્યો તસ્કર ઘરમાં ઘુસી ચોરી કરી નાસી છૂટ્યો હતો.

બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર. નગર પોલીસે ગુનો નોંધી પીઆઈ ભાર્ગવ ઝણકાંત અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj