લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વેગવંતી: IT એપ્લીકેશન અંગે 100થી વધુ અધિકારીઓને તાલીમ

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 28 February, 2024 | 05:51 PM
ઉમેદવારીપત્રો ભરવા સોગંદનામા, મતગણતરી, સ્ટાફ રેન્ડેમાઈઝેશન માટે ENCORE એપ્લીકેશન: અધિક કલેકટર ચેતન ગાંધી સહિતના માસ્ટર ટ્રેનર્સ પણ કરાઈ એકેડેમી ખાતે પોલીસ અધિકારીઓને આપશે ચૂંટણી તાલીમ
સાંજ સમાચાર

રાજકોટ તા.28
 કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓને વેગવંતી કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીપંચ સજજ બની જવા પામેલ છે.

 મુકત અને ન્યાયી ચૂંટણીના સંચાલનને વધુ સરળ અને સુચારૂ બનાવવા માટે ચૂંટણી પંચ અને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા વિવિધ આઈ.ટી. એપ્લીકેશન ENCORE  તૈયાર કરવામાં આવી છે. આ એપ્લીકેશનના ઉપયોગ અંગે રાજયના તમામ જીલ્લામાં કાર્યરત આઈટી એપ્લીકેશન નોડલ ઓફીસર, સીસ્ટમ સુપરવાઈઝર તથા એનઆઈસી ઓફીસર્સ માટે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા તાલીમી વર્કશોપ આયોજીત કરવામાં આવેલ છે.

 જેમાં 100થી વધુ આઈટી અધિકારીઓને આ નવી એપ્લીકેશન અંગે તાલીમ આપી સજજ કરી દેવામાં આવેલ છે. ગાંધીનગર ખાતે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ તાલીમ વર્કશોપમાં ચૂંટણીપંચ દ્વારા ઉમેદવારી પત્રો ભરવા, સોગંદનામા, વિવિધ પરવાનગીઓ, મત ગણતરી, સર્વિસ વોટર, પોર્ટલ અને સ્ટાફ રેન્ડેમાઈઝેશન તૈયાર કરવામાં આવેલ.

 આ એપ્લીકેશનની તાલીમ તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. જેમાં રાજયભરમાંથી 100 જેટલા આઈટી એપ્લીકેશન નોડલ ઓફીસર્સ, સીસ્ટમ સુપરવાઈઝર સહીતના ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન આવતીકાલે તા.29ના રાજકોટ જીલ્લા અધિક કલેકટર ચેતન ગાંધી સહિત રાજકોટ જીલ્લાના ચાર જેટલા માસ્ટર ટ્રેનર્સ ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડેમી ખાતે પોલીસ અધિકારીઓને આગામી લોકસભાની ચૂંટણીની વ્યવસ્થાની તાલીમ આપવા માટે જનાર છે. 

અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ જીલ્લાના અધિક કલેકટર (ચૂંટણી) મુછાર દ્વારા પણ જીલ્લામાં લોકસભાની ચૂંટણી માટે ફરજ પર લેવામાં આવેલ કર્મચારીઓને જરૂરી તાલીમ આપી સજજ કરવામાં આવી રહ્યા છે. લોકસભાની આગામી આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે માટે ચૂંટણીપંચે હવે છેલ્લી ઘડીની તૈયારી શરૂ કરી દીધી છે. આગામી માસના બીજા સપ્તાહમાં લોકસભાની આ ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ કરી દેવામાં આવનાર છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj