(ધર્મેશ કલ્યાણી દ્વારા)
જસદણ તા. 12 : જસદણ તાલુકાની શ્રી જુનાપીપળીયા તાલુકા શાળાના ધોરણ-2 થી 8ના બાળ ખેલાડીઓ માટે ખેલમહાકુંભ-3 અંતર્ગત શાળાકક્ષાના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બે દિવસ સુધી વિવિધ વયજુથનાં બાળ ખેલાડીઓએ ઍથ્લેટીક્સ વિભાગની વિવિધ ઈવેન્ટમાં પોતાનું કૌવત દાખવી 170 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દોડ, લાંબીકૂદ, ઊંચીકૂદ, ગોળાફેંક, ચક્રફેંક, યોગ,સ્ટે.બ્રોડ જમ્પ વગેરે જેવી રમતોમાં વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
બાળપણથી જ બાળકો શારીરિક સશક્ત બને,આરોગ્ય બાબતે જાગૃત બને તેમાટે દેશી રમતો,વ્યાયામ,અંગ કસરત, લેજીમ, ડંબેલ્સ, પિરામિડ,યોગ દિવસની ઉજવણી, ખેલમહાકુંભ વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિ અને સ્પર્ધાઓ શાળામાં અવારનવાર યોજવામાં આવે છે.
અત્યાર સુધીમાં વિવિધ રમતમાં આ સરકારી શાળાના 4 ખેલાડીઓ રાજ્ય કક્ષાએ પહોંચ્યા છે.તેમજ એક ખેલાડીની ડી.એલ.એસ.એસ.માં પસંદગી પણ થઈ છે.શાળાએ ખેલમહાકુંભ-2018માં જસદણ તાલુકામાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી રૂ.15000નો પુરસ્કાર પણ પ્રાપ્ત કરેલ છે.આ રમતોત્સવને સફળ બનાવવા શાળાના આચાર્ય શૈલેષભાઈ ફાચરા,પી.ટી.શિક્ષક આશિષભાઈ રામાણી તેમજ શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy