ફિલ્મ માટે શ્રીદેવીની પુત્રી જાહનવી તેલુગુ શીખે છે

India, Entertainment | 24 February, 2024 | 05:09 PM
એવું અનુભવી રહી છું કે હું મારી જડોની નજીક આવી રહી છું: એકટ્રેસ
સાંજ સમાચાર

મુંબઈ: 
જાહનવી કપુર ફિલ્મ ‘દેવારા’થી સાઉથની ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ (શરૂઆત) કરવા જઈ રહી છે. ફિલ્મના પહેલા ભાગમાં તે જૂનિયર એનટીઆર સાથે કામ કરતી જોવા મળશે. જેના માટે જાહનવી તેલુગુ ભાષા શીખી રહી છે. ફિલ્મમાં સૈફઅલીખાન વિલનના રોલમાં જોવા મળશે. જાહનવીએ જણાવ્યું હતું આ ફિલ્મથી તે પોતાની જડો તરફ જઈ રહી છે. કારણ કે તે તેલુગુ શીખી રહી છે.

જાહનવીએ જણાવ્યું હતું કે, હું કયારેય તેલુગુ ન શીખી, જેના પર મને શરમ આવે છે. હું તેને ફોનેટિકલી સમજી શકુ છું પણ બોલી નથી શકતી. અમારી ફિલ્મની ટીમ ખૂબજ ધૈર્યવાન અને મદદગાર છે. હું એવા દિગ્ગજોની સાથે કામ કરી રહી છું અને એમની આભારી છું કે મારી લાઈનોમાં મદદ કરવા માટે માત્ર એક કોલની દુરી પર છે.

‘દેવારા: પાર્ટ-1’માં જાહનવી થંગમ નામની એક ગામની છોકરીનો રોલ ભજવે છે. ફેન્સ તેને પહેલીવાર આ પ્રકારના રોલમાં જોશે. જાહનવીની માતા શ્રીદેવીએ જૂનીયર એનટીઆરના દાદા એનટી રામારાવ સાથે ઈન્ડસ્ટ્રીમાં કેરિયરની શરૂઆત કરી હતી.

જાહનવી, મિસ્ટર એન્ડ મિસીસ માહી, ‘ઉલઝ’ અને કરણ જોહરની ‘સની સંસ્કારીની તુલસી કુમારી’માં નજરે પડશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj