રાજકોટ, તા.19
ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાને પગલે શાળા આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે. આ અંગે કેટલાક કૃત્યો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા પ્રસિદ્ધ કરાયું છે. જાહેરનામામાં જણાવ્યું છેકે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.27/02/2025 થી તા.17/03/2025 સુધી જાહેર રજાના દિવસો સિવાયના દિવસો દરમ્યાન એસ.એસ.સી./એચ.એસ.સી. સામાન્ય/વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાનાર છે.
જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં જુદી-જુદી શાળાઓમાં કુલ 173 પરીક્ષા કેન્દ્રો છે. પરીક્ષાર્થીઓ કોઇપણ જાતની ખલેલ વિના પરીક્ષા મુક્ત અને શાંત વાતાવરણમાં આપી શકે તેમજ બહારના કોઇ તોફાની તત્વો આ પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપતા વિધાર્થીઓને ખલેલ પહોંચાડે નહી તે માટે તા.27/02/2025 થી તા.17/03/2025 સુધી રવિવારની જાહેર રજાના દિવસ સિવાય સવારે 8 વાગ્યાથી સાંજે 7.30 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડમાં તેમજ તેની ચારેય બાજુ 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં અમુક પ્રતિબંધો મૂકતું જાહેરનામું પ્રસિદ્ધિ કરાયું છે.
જેમાં (1)આ વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ એકત્રીત થશે નહી. (2) કોઇ સ્ટેશનર્સ કે વેપારીઓ ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહી કે શાળાઓમાં સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહી. (3) 100 મીટર ત્રિજ્યામાં કોઇ વ્યક્તિ વાહનો લાવશે નહી. શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહી. (4) ચાર કે તેથી વધારે વ્યક્તિઓ ભેગા થશે નહીં.
(5) પરીક્ષા કેન્દ્રમાં પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન જેવા ઇલેકટ્રોનીક સાધનો વિગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જવા નહી તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઇ જવા નહી. (6) પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-4 ના પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ચોકસાઇ પુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનુ રહેશે. ઓળખકાર્ડ સિવાય બિલ્ડીંગમાં પ્રવેશ કરી શકશે નહી. (7) 100 મીટરની ત્રીજયામાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy