શેરબજારમાં મંદીનો આંચકો: સેન્સેક્સમાં 362 પોઇન્ટનું ગાબડું

India, Business | 26 February, 2024 | 05:32 PM
અદાણી ગ્રુપના શેરોમાં ઉછાળો: હેવીવેઇટ નબળા
સાંજ સમાચાર

રાજકોટ, તા.26
મુંબઇ શેરબજારમાં આજે વેચવાલીના દબાણથી મંદીનો આંચકો અનુભવાયો હતો. સેન્સેક્સમાં 362 પોઇન્ટનું ગાબડુ પડ્યું હતું. શેરબજારમાં આજે માનસ મંદીનું બની રહ્યું હતું. શરુઆત જ નેગેટીવ ટોને થઇ હતી અને આખો દિવસ માર્કેટ રેડઝોનમાં જ રહ્યું હતું. નવા સારા કારણોની ગેરહાજરીથી નવી લેવાલીમાં રસ ઓછો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે પ્રિ-ઇલેકશન તેજીની અટકળો વચ્ચે મોટાભાગના શેરો દબાયા હતા. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા જ પ્રિ-ઇલેકશન તેજી શક્ય છે.

શેરબજારમાં આજે ફરી એક વખત અદાણી ગ્રુપ લાઇટમાં આવ્યું હતું. અદાણી પોર્ટ, અદાણી  એન્ટરપ્રાઇઝ સહિત ગ્રુપના તમામ શેરો ઉંચકાયા હતા. એચડીએફસી બેંક, લાર્સન, પાવરગ્રીડ, ભારત પેટ્રોલીયમ વગેરેમાં સુધારો હતો.

આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસઇન્ડ બેંક, ઇન્ફોસીસ, જેએચડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, મારુતી રીલાયન્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટેક મહિન્દ્ર, ટાઇટન, એશિયન પેઇન્ટસ, એકસીસ બેંક, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, હિન્દાલકો, ડીવીઝ લેબમાં ઘટાડો હતો. મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 362 પોઇન્ટના ઘટાડાથી 12780 હતો તે ઉંચામાં 73092 તથા નીચામાં 72666 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટ4 49 પોઇન્ટના ઘટાડાથી 22118 હતો તે ઉંચામાં 22202 તથા નીચામાં 22075 હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj