શેરબજારમાં તેજીની રોનક: 440 પોઇન્ટનો ઉછાળો: ટીસીએસનું માર્કેટ કેપ 15 લાખ કરોડને વટાવી ગયું

India, Business | 06 February, 2024 | 05:09 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.6
શેરબજારમાં તેજીનો માહોલ રહ્યો હોય તેમ આજે હેવીવેઇટ સહિતના મોટાભાગના શેરોમાં ધુમ લેવાલી રહેતા સેન્સેક્સમાં 440 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. અને તે 72 હજારની સપાટીને પાર કરી ગયો હતો. 

શેરબજારમાં આજે શરુઆત નબળા ટોને રહ્યા બાદ પસંદગીના ધોરણે લેવાલીનો દોર શરુ થતાં તેજીનો વળાંક આવી ગયો હતો. વિદેશી નાણાં સંસ્થાઓએ સોમવારે મોટાપાયે ખરીદી કરી હોવાના આંકડા જાહેર થતાં સારી અસર થઇ હતી. વિશ્ર્વભરના ફંડો ભારતીય માર્કેટમાં ખરીદી કરવા તૈયાર હોવાના રીપોર્ટની પણ સારી અસર હતી.

ભારતીય અર્થતંત્રમાં ધમધમાટ, રીઝર્વ બેન્કની ધિરાણ નીતિમાં બેઠક પર મીટ જેવા કારણો પર નજર રાખવામાં આવતી હતી. જાણીતા શેર બ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટ તેજીના ઝોનમાં રહ્યું છે. ચૂંટણીમાં ભાજપ સરકારની જીત નિશ્ર્ચિત ગણાતી હોવાથી રાજકીય સ્થિરતાની સાથોસાથ આર્થિક વિકાસ પણ વેગ પકડતો રહેશે તેવા આશાવાદથી માનસ પોઝીટીવ રહ્યો છે.

શેરબજારમાં આજે ભારત પેટ્રોલીયમ, ટીસીએસ, મારૂતિ, ભારતીય એરટેલ, એચસીએલ ટેકનો, આઇસીઆઇસી બેંક, ઇન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ જેવા શેરો ઉંચકાયા હતાં. ટીસીએસનું માર્કેટ કેપ 15 લાખ કરોડને વટાવી ગયું હતું. મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 440 પોઇન્ટના ઉછાળાથી 72172 હતો, જે ઉંચામાં 72261 તથા નીચામાં 71625 હતો, નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 150 પોઇન્ટ ઉંચકાઇને 21922 હતો તે ઉંચામાં 21954 તથા નીચામાં 21737 હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj