રાજકોટ, તા. 23
મુંબઇ શેરબજારમાં આજે તેજીનો માહોલ તેજીનો માહોલ રહ્યો હતો બેન્ક સિવાયના અન્ય મોટા ભાગના ક્ષેત્રોના શહેરોમાં સુધારો હતો. સેન્સેકસ 100 પોઇન્ટ ઉંચકાયો હતો જયારે નિફટી મીડકેપમાં 1000 પોઇન્ટની તેજી થઇ હતી.
શેરબજારમાં આજે શરૂઆત પોઝીટીવ ટોને હતી. વિશ્વ બજારોની તેજી તથા ભારતીય અર્થતંત્ર વિશે પ્રોત્સાહક રીપોર્ટ અને આગામી બજેટમાં અનેકવિધ રાહતો મળવાના આશાવાદ જેવા કારણોની સારી અસર થઇ હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે હવે બજેટ સુધી માર્કેટમાં અનિશ્ચિત માહોલ રહી શકે છે.
શેરબજારમાં આજે અલ્ટ્રા ટેક સિમેન્ટ, ગ્રાસીમ, વિપ્રો, શ્રીરામ ફાયનાન્સ, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્ર, અદાણી પોર્ટ, બજાજ ફાયનાન્સ, ભારતી એરટેલ, ઇન્ફોસીસ, એનટીપીસી, મહિન્દ્ર જેવા શેરોમાં સુધારો હતો.
રિલાયન્સ, સ્ટેટ બેંક, ભારત પેટ્રોલીયમ, કોટક બેન્ક, પાવરગ્રીડ, એકસીસ બેન્ક જેવા કેટલાક શેરો નબળા હતા. મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 109 પોઇન્ટના ઉછાળાથી 76514 હતો.
જે ઉંચામાં 76743 તથા નીચામાં 76202 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી પર પોઇન્ટ ઉંચકાઇને 23207 હતો જે ઉંચામાં 23270 તથા નીચામાં 23090 હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો ફરી દબાણમાં આવી ગયો હતો અને 15 પૈસાના ઘટાડાથી 86.47 સાંપડયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy