શેરબજારમાં અફડાતફડી: સરકારી કંપનીઓ રોકડાના શેરોમાં જોરદાર કડાકા બાદ રિકવરી

India, Business | 09 February, 2024 | 05:17 PM
સેન્સેક્સ 200 પોઇન્ટ ઉંચકાયો: બેંક શેરોમાં લેવાલી
સાંજ સમાચાર

રાજકોટ, તા.9
મુંબઇ શેરબજારમાં આજે જોરદાર અફડાતફડી વચ્ચે સેન્સેક્સ ગ્રીન ઝોનમાં હતો. રોકડા તથા સરકારી કંપનીઓના શેરોમાં પ્રારંભિક જોરદાર કડાકો સર્જાયા બાદ આંશિકા રિકવરી હતી.

શેરબજારમાં આજે નેગેટીવ શરુઆત બાદ માર્કેટ ગ્રીન ઝોનમાં આવ્યું હતું. આ તકે વેચવાલીના દબાણથી ફરી મંદીનો માહોલ સર્જાયા બાદ પુન: પસંદગીના ધોરણે ધૂમ લેવાલીથી તેજીનો માહોલ સર્જાયા બાદ પુન: પસંદગીના ધોરણે ધૂમ લેવાલીથી તેજીનો માહોલ સર્જાયો હતો. હેવીવેઇટ શેરોની સરખામણીએ રોકડાના શેરોમાં ઇન્ટ્રા-ડે જબરો કડાકો સર્જાયો હતો અને પછી તેમાં રિકવરી આવી હતી.

જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે છેલ્લા દિવસોમાં ખૂબ વધેલા સરકારી કંપની તથા અન્ય મીડ-સ્મોલકેપ શેરોમાં આક્રમક નફારુપી વેચવાલી નિકળી હતી. જો કે, બપોરથી ફરી રીટેઇલ લેવાલીથી મહદ્ અંશે રિકવરી આવી ગઇ હતી. ચૂંટણી નજીક હોવાથી અફડાતફડીનો માહોલ યથાવત રહી શકે છે. 

શેરબજારમાં બજાજ ફાઇનાન્સ, હિન્દ લીવર, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસઇન્ડ બેંક, રીલાયન્સ, સ્ટેટ બેંક, સનફાર્મા, ટીસીએસ, ટાઇટન, એક્ષીસ બેંક, ગ્રાસીમ જેવા શેરો ઉંચકાયા હતા. જ્યારે ભારતી એરટેલ, ઇન્ફોસીસ, જેએસડબલ્યૂ સ્ટીલ, લાર્સન, મહિન્દ્ર, એનટીપીસી, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ, ઓએનજીસીમાં ઘટાડો હતો.
મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 225 પોઇન્ટના ઉછાળાથી 71653 હતો તે ઉંચામાં 71676 તથા નીચામાં 71200 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 76 પોઇન્ટના સુધારાથી 21794 હતો તે ઉંચામાં 21804 તથા નીચામાં 21629 હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj