શેરબજારમાં નિરસતા : રોકડાના શેરો ઝળક્યા : સેન્સેકસ 40 પોઇન્ટ વધ્યો

India, Business | Rajkot | 05 April, 2024 | 04:35 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા. 5
 

મુંબઇ શેરબજારમાં આજે બેતરફી વધઘટે મિશ્ર વલણ રહ્યું હતું. રીઝર્વ બેંકે અપેક્ષીત રીતે વ્યાજદરમાં કોઇ ફેરફાર  કર્યો ન હતો અને આખો દિવસ માર્કેટ તેજી મંદીમાં અટવાતું રહ્યું હતું. અંતિમ તબકકામાં મામુલી સુધારો સૂચવાતો હતો. 

શેરબજારમાં આજે શરૂઆત પોઝીટીવ ટોને થયા બાદ ઇરાનના હુમલાના રીપોર્ટ આવતા મિનિટોમાં જ માર્કેટ રેડ ઝોનમાં આવી ગયું હતું. રીઝર્વ બેંકે ધિરાણ નીતિમાં વ્યાજદર યથાવત રાખ્યા હતા જે અપેક્ષીત હોવાથી તેની કોઇ અસર થઇ ન હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે સપ્તાહનો છેલ્લો દિવસ હતો અને વિવિધ ભૌગોલિક ટેન્શનને કારણે બે દિવસની રજા પૂર્વે મોટી લેવાલીમાં ખાસ રસ લેવાતો ન હતો. 

શેરબજારમાં આજે એશીયન પેઇન્ટસ, બજાજ ફાયનાન્સ, ભારતી એરટેલ, ઇન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, ગ્રાસીમ, મારૂતિ, અલ્ટ્રા ટેક સિમેન્ટ, રિલાયન્સ, ભારત પેટ્રોલીયમ, ટાટા મોટર્સ, ટીસીએસ જેવા શેરોમાં ઘટાડો હતો. જયારે કોટક મહિન્દ્ર, એચડીએફસી બેંક, એચસીએલ ટેકનો, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસ ઇન બેંક,  મહિન્દ્ર જેવા શેરો ઉંચકાયા હતા.

મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 41 પોઇન્ટના સુધારાથી 74269 હતો. જે ઉંચામાં 74303 તથા નીચામાં 73946 થયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 3 પોઇન્ટ વધીને 22518 હતો. જે ઉંચામાં 22528 તથા નીચામાં 22427 હતો. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj