શેરબજારમાં ગાબડુ: LIC પ્રથમવાર 1000ને પાર: જીયોમાં 15 ટકાનો ઉછાળો

India, Business | 05 February, 2024 | 06:01 PM
સેન્સેક્સમાં પ્રારંભિક તેજી બાદ 400 પોઇન્ટનો કડાકો
સાંજ સમાચાર

રાજકોટ, તા.5
મુંબઇ શેરબજારમાં પ્રારંભિક તેજી બાદ અંતિમ તબકકામાં આક્રમણકારી વેચવાલીથી મંદીનો આંચકો અનુભવાયો હતો. સેન્સેક્સમાં 375 પોઇન્ટનું ગાબડુ હતું. મંદી બજારે પણ જીયો ફાઈનાન્સીયલ, એલઆઇસી જેવા શેરોમાં ધરખમ ઉછાળો હતો. જ્યારે પેટીએમમાં 10 ટકાની ઉંધી સર્કીટ લાગી હતી.

શેરબજારમાં આજે શરુઆત ગ્રીનઝોનમાં હતી. પસંદગીના ધોરણે લેવાલીનો દોર હોવાથી મોટાભાગના શેરો ઉંચકાયા હતા. બપોર સુધી માનસ સુધારાનું જ હતું. પરંતુ અંતિમ તબકકામાં હેવીવેઇટ શેરોમાં વેચવાલીનો મારો શરુ થતા માર્કેટ સડસડાટ કરતા નીચુ આવવા લાગ્યું હતું.

જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલીની અસર હતી. રિઝર્વ બેન્ક ધિરાણ વ્યાજદર વિશે કેવો નિર્ણય લ્યે છે તેના પર પણ મીટ માંડવામાં આવી હતી. અર્થતંત્ર કે અન્ય કોઇ ગંભીર કારણો નહતા. વૈશ્વિક સ્તરે ભૌગોલિક ટેન્શનની આંશિક અસર હોવા છતાં માર્કેટ તેજીનો ઝોનમાં જ જણાય છે.

શેરબજારમાં આજે બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, હિન્દ લીવર, ઇન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટૂલ, કોટક બેંક, લાર્સન, મારુતી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાઇટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટસ જેવા શેરોમાં ઘટાડો હતો.

ટાટા મોટર્સ, કોલ ઇન્ડિયા, સન ફાર્મા, સીપ્લાસ, મહિન્દ્ર, એનટીપીસી, પાવરગ્રીડ, ટાટા સ્ટીલ ઉંચકાયા હતા. રીલાયન્સ ગ્રુપનો જીયો ફાઇનાન્સીયલ 15 ટકા ઉછળ્યો હતો. જ્યારે એલઆઇસી 1000ની સપાટીને પાર કરીને નવી ઉંચાઇએ પહોંચ્યો હતો.

મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 375 પોઇન્ટના ગાબડાથી 71710 હતો. તે ઉંચામાં 72385 તથા નીચામાં 71602 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 91 પોઇન્ટના ગાબડાથી 21762 હતો. તે ઉંચામાં 21964 તથા નીચામાં 21726 હતો.

 

પેટીએમમાં સતત ત્રીજા દિવસે 10 ટકાની ઉંધી સર્કિટ
LIC નો શેર આજે પહેલીવાર રૂ. 1000ની સપાટીને પાર કરી ગયો છે અને તેનું માર્કેટ કેપ રૂ. 6 લાખ કરોડને પાર કરી ગયું છે. ઈન્ટ્રા-ડેમાં તે રૂ. 1027.05ની ઊંચાઈએ પહોંચ્યો હતો. લગભગ બે વર્ષ પહેલા, મે 2022 માં, તેના શેર 949 રૂપિયાની કિંમતે જારી કરવામાં આવ્યા હતા. જોકે, છૂટક રોકાણકારો અને કર્મચારીઓને દરેક શેર રૂ. 45ના ડિસ્કાઉન્ટમાં મળ્યો હતો, જ્યારે પોલિસીધારકોને રૂ. 60ના ડિસ્કાઉન્ટમાં મળ્યો હતો.

31 જાન્યુઆરીએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ઓનલાઈન પેમેન્ટ સર્વિસ કંપની Paytm પર લેવામાં આવેલી કાર્યવાહીની મોટી અસર કંપનીના શેર પર દેખાઈ રહી છે. કંપનીના શેર માત્ર 3 ટ્રેડિંગ દિવસોમાં 50% ઘટ્યા છે. આજે 10% નો ઘટાડો છે. અગાઉ ગુરૂવાર અને શુક્રવારે તે 20-20% લપસી ગયો હતો. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj