શેરબજારમાં નીચા મથાળે લેવાલીથી ફરી તેજી: સેન્સેક્સ 500 પોઇન્ટ વધ્યો

India, Business | 13 February, 2024 | 05:04 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.13
શેરબજારમાં ઉથલ પાથલનો દોર હોય તેમ સોમવારના કડાકા બાદ આજે ફરી તેજીનો વળાંક આવી ગયો હતો. હેવીવેઇટ શેરોમાં ધૂમ લેવાલીથી સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.

શેરબજારમાં આજે જોરદાર વધઘટ હતી. પ્રારંભિક ટ્રેડિંગમાં ખાસ કરીને મીડકેપ-સ્મોલકેપ શેરોમાં વધુ ધોવાણ થયું હતું. પરંતુ નીચામથાળે પસંદગીના ધોરણે લેવાલી આવતા તેજીનો વળાંક આવી ગયો હતો. ફુગાવો નીચો આવતા હવે મોંઘવારી મોરચો રાહત મળવાની સંભાવનાની સાથોસાથ અર્થતંત્ર પર દબાણ હળવું થવાના સંકેતોની સારી અસર હતી.

વિદેશી નાણાં સંસ્થાના સંકેતોની સારી અસર હતી. વિદેશી નાણાં સંસ્થાઓની સોમવારે નેટ ખરીદી હોવાના આંકડા આવતા તેજીને ટેકો મળ્યો હતો.  જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટને અસરકર્તા કોઇ ગંભીર કારણો નથી પરંતુ નફારૂપી વેચવાલીના કારણોસર ઉંચા મથાળેથી પાછુ પડી રહ્યું છે. અંડરટોન એકંદરે મજબૂત જ બની રહ્યો છે.

રીલાયન્સ ભારતની 20 લાખ કરોડનું મૂલ્ય ધરાવતી પ્રથમ કંપની બનતા તેમાં ધૂમ લેવાલીથી ઉછાળો હતો. બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસઇન્ડ બેંક, કોટક બેંક,  ટીસીએસ, એકસીસ બેંક, કોલ ઇન્ડિયા વગેરેમાં ઉછાળો હતો. જ્યારે ભારતી એરટેલ, મહિન્દ્ર, ટાટા મોટર્સ, ટાઇટન, હિન્દાલકો, ગ્રાસીમ, ડીવીઝ લેબ, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ઘટાડો હતો.

મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 479 પોઇન્ટના સુધારાથી 71552 હતો તે ઉંચામાં 71662 તથા નીચામાં 70924 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 116 પોઇન્ટ ઉંચકાઇને 21732 હતો તે ઉંચામાં 21766 તથા નીચામાં 21543 હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj