મધ્યપુર્વના ટેન્શનથી ફાઈનાન્સીયલ માર્કેટોમાં તીવ્ર પ્રત્યાઘાત

શેરબજાર વધુ ગગડયુ: રૂપિયો નવા તળીયે: સોના-ચાંદી સળગ્યા

India, Business | 16 April, 2024 | 03:46 PM
♦ સેન્સેકસ 550 પોઈન્ટ ગગડીને 73000ની નીચે: વિદેશી સંસ્થાઓ સહિતના વર્ગોની જંગી વેચવાલી
સાંજ સમાચાર

♦ સોનામાં 10 ગ્રામે રૂા.850નો ઉછાળો: વૈશ્ર્વિક તેજી ઉપરાંત રૂપિયો ગગડતા બેવડી અસર

♦ ડોલર સામે રૂપિયો 8 પૈસાના ઘટાડાથી 83.52ના સ્તરે

રાજકોટ તા.16
ભારતીય શેરબજારમાં આક્રમણકારી વેચવાલીથી આજે સતત બીજા દિવસે મંદીનો આંચકો હતો. સેન્સેકસ 500 પોઈન્ટના ગાબડાથી 73000ની નીચે ઉતરી ગયો હતો. બીજી તરફ સોના-ચાંદી ફરી સળગ્યા હતા જયારે કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો નવા તળીયે સરકી ગયો હતો.

શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો માહોલ ડહોળાઈ ગયો હોય તેમ આજે સતત બીજા દિવસે મંદી હતી. ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ભૌગોલિક ટેન્શન તથા ગમે ત્યારે યુદ્ધ ભડકવાની આશંકાનો ગભરાટ હતો. ઈરાને કોઈ નવો હુમલો કર્યો નથી.

ઈઝરાયેલ આક્રમણ માટે તૈયારી કરી રહ્યાના રિપોર્ટ આવતા તેના પર નજર તકાવા લાગી હતી. વિશ્ર્વબજારોના નેગેટીવ ટ્રેન્ડ, વિદેશી નાણાંસંસ્થાઓની આક્રમક વેચવાલી, જથ્થાબંધ ભાવાંકમાં વૃદ્ધિ જેવા કારણોનો નેગેટીવ પ્રત્યાઘાત હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે હવે લોકસભા ચુંટણીનો પ્રથમ તબકકો શરૂ થવામાં છે. રાજકીય માહોલ હવે જામવા લાગશે તે વિશેની અટકળોના આધારે આવતા દિવસોમાં વધુ અફડાતફડી નકારાતી નથી.

શેરબજારમાં આજે મોટાભાગના શેરો દબાણ હેઠળ હતા. એશિયન પેઈન્ટસ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, ઈન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, એનટીપીસી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ વગેરેમાં ગાબડા હતા. એચડીએફસી બેંક, હિન્દ લીવર, મારૂતી, ટાઈટન, આઈશર, મોટર્સ, ઓએનજીસી, ડીવીઝ લેબ, એકસાઈડ જેવા શેરો ઉંચકાયા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 514 પોઈન્ટના ગાબડાથી 72885 હતો તે ઉંચામાં 73135 તથા નીચામાં 72685 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 128 પોઈન્ટના ઘટાડાથી 22143 હતો તે ઉંચામાં 22213 તથા નીચામાં 22079 હતો.

બીએસઈમાં આજે 3878 શેરોમાં ટ્રેડીંગ થયુ હતું. તેમાંથી 2222માં ઘટાડો હતો. 155 શેરો વર્ષની ઉંચાઈએ પહોંચ્યા હતા. 17માં વર્ષની નીચી સપાટી હતી. 267 શેરોમાં તેજીની સર્કીટ હતી. જયારે 270માં ઉંધી સર્કીટ હતી. બીએસઈનું માર્કેટ કેપ 394.57 લાખ કરોડ રહ્યું હતું.

બીજી તરફ કરન્સી માર્કેટમાં ભારતીય રૂપિયો દબાણમાં આવ્યોહતો અને 83.52ના અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ ધસી પડયો હતો. આ પુર્વે 83.47ની ઐતિહાસિક નીચી સપાટી બની હતી.

દરમ્યાન સોના-ચાંદીના ભાવ આજે ફરી સળગ્યા હતા. રાજકોટમાં હાજર સોનુ 850ના ઉછાળાથી 75550 હતુ તે પુર્વે 76500ની ઉંચાઈએ પહોંચ્યું હતું. વિશ્ર્વબજારમાં 2371 ડોલરનો ભાવ હતો. રૂપિયો તૂટયો હોવાના કારણોસર ભાવ પર પ્રત્યાઘાત પડયો હતો. ચાંદીનો ભાવ 85950 હતો. વિશ્ર્વબજારમાં 28.36 ડોલરનો ભાવ હતો. મધ્યપુર્વના ટેન્શનથી સોના-ચાંદીમાં ઉછાળો હોવાનું ઝવેરીઓનુ કથન હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj