શેરબજારમાં પ્રારંભિક કડાકા બાદ જોરદાર તેજી: સેન્સેક્સ 500 પોઇન્ટ ઉછળ્યો: નીફટી નવી ટોચે

India, Business | 22 February, 2024 | 05:31 PM
બેંક શેરોમાં દબાણ: અન્ય હેવીવેઇટ-રોકડાના શેરોમાં ઓલરાઉન્ડ લેવાલી
સાંજ સમાચાર

રાજકોટ, તા.22
મુંબઇ શેરબજારમાં આજે જોરદાર તેજીનો માહોલ રહ્યો હતો. હેવીવેઇટ-રોકડાના શેરોમાં ઓલરાઉન્ડ લેવાલી હતી. સેન્સેક્સ 73000ને વટાવી ગયો હતો જ્યારે નિફટી ફરી વખત નવી ટોચે પહોંચ્યો હતો.

શેરબજારમાં આજે શરૂઆત નબળા ટોને થઇ હતી. બપોર સુધી રેડઝોનમાં હતું પરંતુ હેવીવેઇટ સહિતના શેરોમાં એકાએક ઓલરાઉન્ડ લેવાલીનો દૌર શરુ થઇ જતા જોરદાર રિકવરી સાથે તેજીનો માહોલ સર્જાયો હતો. ભારતીય શેરમાર્કેટમાં રોકાણ કર્યા સિવાય વિદેશી સંસ્થાઓ પાસે કોઇ વિકલ્પ નથી અને જંગી રોકાણ આવવાના રીપોર્ટની સારી અસર હતી.

ભારતીય અર્થતંત્ર વહેલીતકે પાંચ ટ્રીલીયન ડોલરનું બની જવાના આશાવાદથી પણ તેજીને ટેકો મળી ગયો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે રીટેઇલ તથા સંસ્થાકીય ઇન્વેસ્ટરોની જંગી-ઓલરાઉન્ડ લેવાલી નીકળી હતી. અમેરિકી ફેડરલ રીઝર્વના વ્યાજ દર ઘટાડાની શક્યતા વિશેના નેગેટીવ વિધાનોને ડીસ્કાઉન્ટ કરી દેવામાં આવ્યા હતાં.

શેરબજારમાં આજે બજાજ ઓટો, એચસીએલ ટેક, આઇશર મોટર્સ, કોલ ઇન્ડિયા, લાર્સન, મહિન્દ્ર, મારૂતી, એનટીપીસી, પાવર ગ્રીડ, રીલાયન્સ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, એક્સીસ બેંક, આઇસીઆઇસી બેંક, ઇન્ફોસીસ જેવા શેરો ઉછળ્યા હતા. કોટક બેંક, સ્ટેટ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, ઇન્ડુસઇન્ડ બેંક વગેરે નબળા હતાં.

મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 582 પોઇન્ટના ઉછાળાથી 73205 હતો તે ઉંચામાં 73256 તથા નીચામાં 72081 હતો નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 181 પોઇન્ટના ઉછાળાથી 22236 હતો તે ઉંચામાં 22252 તથા નીચામાં 21875 હતો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj