રાજકોટ,તા.17
અમેરિકાના ટ્રેડવોરના ગભરાટ હેઠળ કેટલાક દિવસોથી મંદીમાં ધકેલાયેલા શેરબજારમાં આજે અફડાતફડી હતી. પ્રારંભીક ગાબડા બાદ રિકવરી હતી.
શેરબજારમાં આજે શરૂઆત નબળા ટોને જ થઈ હતી.
વિશ્વબજારના અનિશ્ચિત માહોલ, ટ્રેડવોર વધવાની આશંકા, યુક્રેન-રશિયા યુદ્ધમાં બ્રિટન જેવા દેશોની એન્ટ્રીના ભણકારા, વિદેશી નાણાં સંસ્થાઓની એકધારી વેચવાલી સહિતના કારણોથી મોટાભાગના શેરો નીચે ઉતરતા રહ્યા હતા.
માર્કેટ દબાણ હેઠળ જ હતુ. જો કે, અંતિમ તબકકામાં નીચા મથાળે લોકલ ફંડોની લેવાલી નિકળતા તથા નવેસરથી ખરીદી માલુમ પડતા દબાણ ધીમુ પડવા સાથે માર્કેટ રિકવર થવા લાગ્યુ હતુ.
જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે હેવીવેઈટ ઉપરાંત મીડ-સ્મોલકેપમાં પણ રિકવરી હતી એટલે સાર્વત્રિક લેવાલીના સંકેત હતા. જો કે, હજુ ટુંકાગાળામાં માહોલ અનિશ્ચિત જ રહે તેમ છે. કારણ કે મોટાભાગનો વર્ગ નવી ખરીદીમાં સાવચેતી રાખી રહ્યો છે અને ચિત્ર સ્પષ્ટ થવાની પ્રતિક્ષામાં છે.
શેરબજારમાં પ્રારંભીક ઘટાડા બાદ મોટાભાગના શેરોમાં મહદઅંશે રિકવરી જોવા મળી હતી. અલ્ટ્રાટેક સિમેન્ટ, ઝોમેટો, અદાણી પોર્ટ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, મારૂતી, એનટીપીસી, પાવરગ્રીડ, રિલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, શ્રીરામ ફાઈનાન્સ જેવા શેરો ઉંચકાયા હતા. ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, મહીન્દ્ર, ટીસીએસ વગેરે નરમ હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 98 પોઈન્ટના ઘટાડાથી 75840 હતો તો ઉંચામાં 76023 તથા નીચામાં 75294 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 37 પોઈન્ટના ઘટાડાથી 22892 હતો તે ઉંચામાં 22959 તથા નીચામાં 22725 હતો.
મીડકેપ તથા બેંક નિફટી ઘટાડા બાદ ગ્રીનઝોનમાં આવી ગયા છે. બીજી તરફ ચલણબજારમાં અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડયો હતો અને ચાર પૈસાના ઘટાડાથી 86.86 હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy