શેરબજારમાં ખાસ ટ્રેડીંગમાં તેજી: સેન્સેકસ 88 પોઈન્ટ વધીને 74000 પર બંધ

India | 18 May, 2024 | 04:31 PM
સાંજ સમાચાર

મુંબઈ તા.18

મુંબઈ શેરબજારમાં આજે તેજીનો દોર જારી રહ્યો હતો. શનિવાર હોવા છતાં બે સ્પેશ્યલ સેશનમાં ટ્રેડીંગ યોજાયુ હતું. સેન્સેકસ 88 પોઈન્ટ વધીને 74000ની સપાટી કુદાવીને બંધ આવ્યો હતો.

શેરબજારમાં આજે શરૂઆત તેજીના ટોને જ થઈ હતી. વિશ્વબજારોના પ્રોત્સાહક અહેવાલો, ભારતીય અર્થતંત્રનો વિકાસદર ધારણાથી પણ વધુ રહેવાનો આશાવાદ, લોકસભા ચૂંટણીમાં ફરી મોદી સરકારને બહુમતી મળવાનો આશાવાદ જેવા કારણોની સારી અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે બે ટ્રેડીંગ સેશનમાં બે કલાકના વેપાર હતા. સોમવારે મુંબઈમાં ચુંટણી હોવાના કારણોસર માર્કેટ બંધ રહેવાનું છે.

શેરબજારમાં આજે ટાઈટન, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, હિન્દ લીવર, ઈન્ડુસઈન્ડ બેંક, લાર્સન, પાવરગ્રીડ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, નેસલે, હિન્દાલ્કો, ભેલ, ભારત ઈલેકટ્રોનીકસ વગેરેનો ઉછાળો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબલ્યુ સિમેન્ટ, મહીન્દ્ર, મારૂતી, રીલાયન્સ વગેરેમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 88 પોઈન્ટના સુધારાથી 74000 હતો તે ઉંચામાં 74162 તથા નીચામાં 73920 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 35 પોઈન્ટ વધીને 22502 હતો તે ઉંચામાં 22520 તથા નીચામાં 22470 હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj