◙ વિશ્વની જીડીપીમાં ભારતના 3.5%ના યોગદાન કરતા વધુ 3.9%નું માર્કેટ ભૂતકાળમાં શેરબજારમાં મોટા કડાકા લાવ્યુ છે: સોમવારથી નવી ચિંતા
નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં ડોમેસ્ટીક તમામ ‘ઈવેન્ટ’ જે શેરબજારના મૂડને સુધારી શકતા નથી તે પુરા થયા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત પર નજર હતી તેમાં પણ એડવેન્ટેજ અમેરિકા જેવી સ્થિતિ બની છે.
ગઈકાલે ભારતીય શેરબજારે તે ફેકટરને પણ હવે ભુલાવી દીધુ છે તેની સોમવારે જયારે શેરમાર્કેટ ખુલશે તો કેવી મુવમેન્ટ હશે તેના પર જબરી નજર છે તે સમયે ભારતીય શેરબજારમાં લીસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપ 18 માસના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે અને તે 3.63% ઘટયો છે.
વિશ્વના શેરબજારોમાં પણ ભારતીય કંપનીઓનું માર્કેટ કેસ છેલ્લા કેટલાક મહિનાઓમાં જબરૂ ઘટયુ છે. હજુ ગત વર્ષ જુલાઈ માસમાં વિશ્વના બજારોમાં ભારતીય લીસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 4.64% હતુ જે હવે ઘટીને 3.63% થઈ ગયુ છે. ડિસેમ્બર 2024માં જે સ્થિતિ હતી તેમાં આ ઘટાડો થયો છે. વિશ્વબજારમાં ભારતીય કંપનીઓનું માર્કેટ કેપ સપ્ટેમ્બર-2024માં 4.52% હતું.
ડિસેમ્બર 2024માં તે ઘટીને 4.18% નોંધાયુ અને હવે તે 2.63% છે જેથી લીસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપમાં સપ્ટેમ્બર 2024થી આજ દિવસ સુધીમાં 1050 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.
મુંબઈ શેરબજારમાં લીસ્ટેડ તમામ કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપ 4612.9 બિલિયન ડોલર શુક્રવારે (ગઈકાલે) નોંધાયુ હતુ જે 2024ના અંતે 5162.2 બિલિયન ડોલર હતું અને સપ્ટેમ્બર 2024ના તે 5660.4 બિલિયન ડોલર હતું. આમ તે સપ્ટેમ્બર 2024 બાદ 1050 બિલિયન ડોલર ઘટયુ છે.
જે દેશની જીડીપીના 27% છે. વાસ્તવમાં ગ્લોબલ ઈકવીટીમાં ઓલટાઈમ હાઈ સપાટી છે અને તે 2.8% વધીને 127.08 ટ્રીલીયન ડોલર નોંધાયુ છે. જે સપ્ટેમ્બર 2024માં 125.3 ટ્રીલીયન ડોલર હતું. જેમાં અમેરિકાની કંપનીઓનું માર્કેટ કેપ સૌથી વધુ વધ્યુ છે. બાદમાં ચીનનો નંબર આવે છે અને ત્રીજા સ્થાને હોંગકોંગ આવે છે.
અમેરિકી કંપનીમાં જે લીસ્ટેડ છે તેનું માર્કેટ કેપ 15.4% વધીને વાર્ષિક ધોરણે જે 55.3 ટ્રીલીયન ડોલર હતું તે 63.82 ટ્રીલીયન ડોલર થયુ છે. ચીનના શેરબજારમાં માર્કેટ કેપ 1 વર્ષમાં 12.5% વધીને 10.2 ટ્રીલીયન ડોલર નોંધાયું છે.
હોંગકોંગનું એમ.કેપ 17.6% વધીને 5.6 ટ્રીલીયન ડોલર નોંધાયુ છે. જો કે ટોપ ફાઈવ માર્કેટમાં સ્થાન ધરાવતા જાપાનની કંપનીઓના માર્કેટ કેપમાં 2.9%ના ઘટાડા સાથે 6.5 ટ્રીલીયન ડોલર થયુ છે જે અગાઉ 6.7 ટ્રીલીયન ડોલર હતું. જો કે ભારતના માર્કેટ કેપમાં ઘટાડા છતા વિશ્વની જીડીપીમાં તેનું જે 3.5%નું યોગદાન છે તેના કરતા 3.9%નું માર્કેટ કેપ વધુ છે.
ભારતીય કંપનીઓનું માર્કેટ કેપ તેની જીડીપીના વધારા સાથે તાલ મિલાવે છે પણ પ્રથમ વખત તે વધુ છે અને જીડીપી યોગદાન ઓછું છે. ભૂતકાળમાં જયારે વિશ્વ જીડીપીના ભારતના યોગદાન કરતા લીસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધ્યુ છે તો તે સમયે શેરબજારમાં મોટા કરેકશન આવ્યા છે. 2012-2013માં આ સ્થિતિ બની હતી અને ફરી બની છે તેથી શેરબજાર હજુ વધુ ઘટશે તે આ ટ્રેન્ડ પરથી નિશ્ચિત થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy