શેરબજારમાં ઇન્ટ્રા-ડે 900 પોઇન્ટનો કડાકો: એલઆઇસી વધુ ઉંચકાયો: પેટીએમમાં ઉંધી સર્કિટ

India, Business | 08 February, 2024 | 04:54 PM
વ્યાજદર યથાવત રહેતા બેંક શેરો તૂટ્યા: રોકડામાં કરંટ
સાંજ સમાચાર

રાજકોટ, તા.8
મુંબઇ શેરબજારમાં આજે મંદીનો આંચકો અનુભવાયો હતો. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 900 પોઇન્ટથી અધિક ગગડ્યા બાદ આંશિક રિકવર થયો હતો. એલઆઇસીમાં જોરદાર ઉછાળો હતો. જ્યારે પેટીએમમાં ઉંધી સર્કિટ હતી.

શેરબજારમાં આજે શરુઆત પોઝીટીવ ટોને થઇ હતી. રિઝર્વ બેંકની ધિરાણ નીતિ પર મીટ હતી. વ્યાજદર-રેપો રેટમાં કોઇ બદલાવ નહીં કરાતા નિરાશા ફરીવળી હતી અને માર્કેટ મંદીમાં ધસી ગયું હતું. બેંક સહિતના હેવીવેઇટ શેરોમાં વેચવાલીનું દબાણ સતત ચાલુ રહેતા મંદી તીવ્ર બનવા લાગી હતી.

વિદેશી નાણાં સંસ્થાઓએ બુધવારે મોટુ વેચાણ કર્યાના આંકડા જારી થતાં વિપરીત અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે વ્યાજદરમાં બદલાવ નહીં થવાને બદલે ફુગાવાની ચિંતા દર્શાવાતા નેગેટીવ અસર હતી. વ્યાજદર યથાવત રહેવાનું અપેક્ષિત હતું. બાકી સળંગ તેજીને કારણે નફારૂપી વેચવાલી હતી.

શેરબજારમાં આજે એશિયન પેઇન્ટસ, એક્સીસ બેંક, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, લાર્સન, મહિન્દ્ર, મારૂતી, નેસલે, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ઘટાડો હતો. ભારતી, એચસીએલ ટેકનો, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટીસીએસ, ભારત પેટ્રોલીયમ, કોલ ઇન્ડિયા ઉંચકાયા હતા. એલઆઇસી ઉછળતા માર્કેટ કેપ 7 લાખ કરોડને પાર થયું હતું.

મુંબઇ શેબરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 644 પોઇન્ટના ગાબડાથી 71507 હતો તે ઉંચામાં 72473 તથા નીચામાં 71230 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 183 પોઇન્ટ ઘટીને 21746 હતો તે ઉંચામાં 22011 તથા નીચામાં 21665 હતો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj