શેરબજારને બજેટ પસંદ ન પડ્યું: નિરસ માહોલ વચ્ચે માર્કેટ રેડઝોનમાં: પેટીએમ 20 ટકા તૂટ્યો

India, Business | Rajkot | 01 February, 2024 | 05:42 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.1
શેરબજારને મોદી સરકારનું વચગાળાનું બજેટ ખાસ પસંદ પડ્યું ન હોય તેમ બેતરફી ટૂંકી વધઘટ હતી. નિરસ માહોલ વચ્ચે સેન્સેક્સ રેડઝોનમાં રહીને 116 પોઇન્ટનો ઘટાડો સૂચવતો હતો.


શેરબજારમાં આજે માનસ નિરસ જેવું રહ્યું હતું. શરુઆત તેજીના ટોને થઇ હતી. બજેટ રજુ થયા બાદ નિરસતા ફરી વળી હતી. નવી લેવાલીની ગેરહાજરી તથા સાવચેતીને કારણે માર્કેટ રેડઝોનમાં ઉતરી ગયું હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે વચગાળાનું બજેટ હોવા છતાં આર્થિક સુધારા સંબંધી તથા કરવેરા સંબંધી કેટલીક જાહેરાતો થવાની અપેક્ષા રાખવામાં આવતી હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેના ખર્ચમાં વધારો, ખાદ્યમાં ઘટાડો જેવી કેટલીક ઘોષણાની સારી અસર હતી  છતાં કોઇ સીધી લાભદાયી જાહેરાત ન થયાનો વસવસો હતો.
શેરબજારમાં આજે એકંદરે મીશ્ર વલણ રહ્યું હતું બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, ઇન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, નેસલે, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાઇટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસીમ ઘટ્યા હતા. પેટીએમ પર રીઝર્વ બેન્કના એકશનને પગલે તેમાં 20 ટકાનો કડાકો હતો. એકસીસ બેંક, ઇન્ડુસઇન્ડ બેંક, મારૂતી, પાવરગ્રીડ, એનટીપીસી, સ્ટેટ બેંક, ટીસીએસ, સીપ્લા, આઇશર મોટર્સ ઉંચકાયા હતા.


મુંબઇ શેરબજારના સેન્સેક્સમાં આજે માંડ 600 પોઇન્ટની મુવમેન્ટ આવી હતી અને 116 પોઇન્ટના ઘટાડાથી 71635 હતો. તે ઉંચામાં 72151 તથા નીચામાં 71574 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 33 પોઇન્ટના સુધારાથી 21691 હતો તે ઉંચામાં 21832 તથા નીચામાં 21658 હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj