આવતીકાલના બજેટ પુર્વે શેરબજારમાં તેજી: સેન્સેકસ 700 પોઈન્ટ ઉછળ્યો

India, Business | 31 January, 2024 | 05:27 PM
અમેરિકી ફેડ વ્યાજદર ઘટાડા અંગે નિશ્ચિત સંકેત આપે તેવી ધારણાથી માર્કેટ ઉંચકાયું: દિશા નિર્દેશવાળા બજેટના મોદીના વિધાનની પણ અસર
સાંજ સમાચાર

મુંબઈ તા.31
આવતીકાલે રજુ થનારા કેન્દ્રીય બજેટ પુર્વે જ આજે શેરબજારમાં સેન્સેકસે જબરી છલાંગ લગાવી છે અને મુંબઈ શેરબજારનો સેન્સેકસ 700 પોઈન્ટ વધીને 71851 તથા નીફટી પણ 21700એ પહોંચ્યો છે.

એક તરફ આવતીકાલે નાણામંત્રી નિર્મલા સીતારામન કેન્દ્રનું વચગાળાનું બજેટ રજુ કરવાના છે તે ઉપરાંત આજે અમેરિકી ફેડની બેઠક છે અને તેમાં વ્યાજદરમાં ફરી ઘટાડો કરવામાં આવે તેવી શકયતા છે. છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં અનેક ફેકટરને કારણે દબાણ સર્જાયુ હતુ તે હવે સંભવત: દુર થયુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલે રજુ થનારા વચગાળાના બજેટને દીશાનિર્દેશ બજેટ ગણાવતા જ અનેક મહત્વની જાહેરાત થશે તેવું માનવામાં આવે છે અને સૌથી મહત્વનું અમેરિકી ફેડ હવે કયારે વ્યાજદર ઘટાડશે તે નિશ્ચિત ગાઈડલાઈન પણ આપે તેવી શકયતા છે અને છેલ્લા કેટલાક દિવસથી માર્કેટમાં બેન્કીંગ સહિતના ફેકટરમાં જે રીતે તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો પછી અનેક સ્ક્રીપ્ટમાં ખરીદારોનો રસ હોવાનું માનવામાં આવે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj