બાબરામાં તોફાની વરસાદમાં વૃક્ષો-દિવાલો ધરાશાયી: કુંકાવાવમાં દોઢ ઇંચ

Saurashtra | Amreli | 16 May, 2024 | 11:45 AM
♦બાબરામાં વીજળી પડતા યુવતી દાઝી: શેડના પતરા કાગળની માફક ઉડી એક કિ.મી. દૂર પડયા: વડીયા-કુંકાવાવમાં કરા સાથે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા: ખેતી પાકોને મોટુ નુકસાન: વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાયો: અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે તારાજી સર્જી
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)  અમરેલી, તા.16
બાબરામાં ગઈકાલે બપોર બાદ વરસાદે અને તોફાની પવને શહેરમાં કાયદેસર વિનાસ વેર્યો હતો. શહેરમાં જયાં નજર કરો ત્યાં વૃક્ષ ધરાશાય થયેલા જોવા મળે છે. આશરે 1પ0 થી વધુ વૃક્ષો ધરાશાય થયેલા રોડ અને વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ગોપાલ કોટન જિન સહિતના અમારાપરા ખાતે આવેલ ગૌશાળાના શેડના પતરા તમામ એક કિલોમીટર દૂર પડયા હતા તેમજ સરદાર સર્કલ નજીક આવેલ ખાણી-પીણીના દસ જેટલા સ્ટોલ બાજુમાં આવેલ ખાળીયામાં પડી જતા ભારે આર્થિક નુકસાન નાના વેપારીઓને થયું હતું.

તેમજ અહીં જીવનપરા ખાતે આવેલ ખેતિ બેન્કની દીવાલ પડી જતા બાજુમાં ઇકો કારને મોટું નુકસાન થયું હતું તેમજ અહીં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ ગેરેજમાં ત્રણથી ચાર જેટલા વૃક્ષ ગેરેજમાં મરામત માટે આવેલ કાર પર પડતા કારને વ્યાપક નુકસાન થયું હતું તેમજ શહેરમાં આવેલ કૃષ્ણ નગર સહિત શ્રીજી નગર સહિતની સોસાયટીમાં સોલાર પ્લાન્ટની પ્લેટો ઉડીગઈ હતી જેનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.

શહેરમાં બસ સ્ટેન્ડ, જીવનપરા, યાર્ડ રોડ, ચિતલ રોડ, ધારપરા, રામનગર, કૃષ્ણનગર સહિતના વિસ્તારમાં 1પ0 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ વીજ પોલના થાંભલાન ા જીવતા વાયર પણ રોડ પર પડયા હતા. જાહેર હોર્ડિંગ્સ પણ પેડેલા જોવા મળ્યા હતા.

અશરાનગર સહિતના દરેડ રોડ, નિલવડા રોડ પર ઝુંપડી બાંધી રહેતા નાના લોકોના ઝુંપડા પણ ઉડી જતા ગરીબ લોકો છત વગરના જોવા મળ્યા હતા તેમજ અહીં સ્મશાન ખાતે મુખ્ય ગેટની પાકી પથરની દીવાલ પણ આ પવન સામે ઝૂંકી જતા ધરાશાય થઈ હતી. તોકેતે વાવઝોડાનો લોકોએ દિવસ દરમિયાન ભારે અનુભવ કર્યો હતો. 

જિલ્લા પંચાયતના સભ્ય નીતિનભાઈ રાઠોડ દ્વારા વાવાઝડાએ વેરેલ વિનાશની અસરગ્રસ્ત સ્થળની જાત મુલાકાત કરી સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિક તંત્રને તાત્કાલિક અસરથી સર્વે હાથ ધરવામાં આવે તેમજ પીજીવીએલ અને પાલિકા તંત્રને કામે લાગી જવા જરૂરી સૂચના આપી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ખુબ જ નુકસાન જોવા મળ્યું છે રાજયમાં પણ રજુઆત કરવામાં આવશે અને અસરગ્રસ્ત લોકોને ઝડપથી સર્વે હાથ ધરાય અને સહાય મળે તે પ્રકારની રાજયના મુખ્યમંત્રીને રજુઆત પણ કરવામાં આવશે.
 

વીજળી પડતા યુવતી દાઝી
બાબરા પ્રતિનિધિ દિપક કનૈયાના અહેવાલ પ્રમાણે બાબરા શહેર અને તાલુકા પંથકમાં ગઇ કાલે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો વિજળી ના કડાકા ભડાકા ચાલુ થાય બાદ અચાનક જોરદાર મિની વાવાઝોડું ફૂંકાયું હતું સાથે જોરદાર વરસાદ ચાલુ થયો હતો થોડી વારમાં બધુ વેરવિખેર કરી નાખ્યું હતું શહેર મા વૂક્ષો પાતળા વીજપોલ નળીયા સોલાર પેનલ ફરજા સહિત ઉડીયા હતા શહેર મા 20 વધુ વિજ પોલ પડી ગયા હતા તેમજ શહેર વિસ્તાર અનેક સોસાયટીઓમાં વૂક્ષો પડી ગયા હતા. 

બાબરામાં પિયરે આવેલી દીકરી ઉપર વિજળી પડતા પ્રથમ બાબરા બાદ આટકોટ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી શહેર મા મોટા ભાગના વિસ્તારોમાં ગત સાંજથી વિજળી ગુલ થઇ ગય હતી શહેરની ક્રિષ્નનગર સોસાયટી મા મોટા વૂક્ષો પડી જતા રસ્તો બંધ થયો હતો બાબરા ના પાંજરાપોળ સંસ્થા તેમજ શ્મશાન ની દિવાલો પતરા ઉડી ગયા હતા મોટી નુકસાની થઇ હતી.

  ખેડૂતો અને પશુપાલકો ઇંડા ભઠ્ઠા ચાલકોને પણ મોટી નુકસાની થઇ છે  ખેડૂતો સહિત ઇડ ઉત્પાદકો પાંજરાપોળ સંસ્થા સ્મશાન સહિત જગ્યાએ નુકસાન થયું છે એ બાબતે બાબરા તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયા એ જણાવ્યું હતું કે બાબરા ના ધારાસભ્ય સાંસદ સભ્ય રજુઆત કરી સર્વ કરી સહાયતા કરવા સરકાર પાસે માંગ કરી હતી.
 

એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ
કુંકાવાવમાં ગઈકાલે સાંજના સમયે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અચાનક ભારે પવન સાથે વરસાદ વરસતા ખેતી ના પાક ને ભારે નુક્સાન થયું હતું જયારે કાળજાળ ગરમી માં રાહત મળી હતી.
 

ખેતી પાકોને નુકસાન
સમગ્ર રાજ્યમાં હાલ ભર ઉનાળે વરસાદી છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમરેલી, લાઠી લીલીયા બાદ અમરેલી જિલ્લા ના છેવાડાના ગ્રામીણ તાલુકા મથક વડિયા  અને તેના ગ્રામીણ વિસ્તારમાં બપોર બાદ ભારે ઉકળાટ સાથે વરસાદી માહોલ છવાયો હતો અને કરા અને પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા.

હાલ ઉનાળુ પાક પાકવામાં અંતિમ સમય માં છે ત્યારે આ વરસાદને કારણે ખેડૂતોના તલ, મગ, અડદ જેવા પાકો નુકશાન થતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાતો હોય તેવુ જોવા મળી રહ્યુ છે.તો બીજી બાજુ હાલ ધાર્મિક કાર્યો એવા ભાગવત સપ્તાહના પણ અનેક જગ્યાઓએ આયોજન શરુ હોય તેમાં પણ ભારે હાલાકી જોવા મળી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj